તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરેન્દ્રનગરમાં વધુ 105 કેસ, 4 મોત, જિલ્લામાં 4676 લોકોએ રસી લીધી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચોટીલા મંદિર 20 મે સુધી બંધ રહેશે

જિલ્લામાં સોમવારે વધુ 105 કેસ થયા હતા જ્યારે 183 દર્દીને રજા અપાઈ હતી અને 4 લોકોના મોત થયા હતાં. દરમિયાન યાત્રાધામ ચોટીલા ડુંગર માતાજી મંદિર ટ્રસ્ટ પરિવારે જણાવ્યું કે 10 મે સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરેલો હતો. પરંતુ વર્તમાન પરિસ્થિતિ અને ભક્તજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખી દર્શનાર્થી માટે વધુ 10 દિવસ એટલે 20-5-2021 સુધી મંદિરના દ્વાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સોમવારે નોંધાયેલા પોઝિટિવ કેસોમાં ચોટીલામાં-5, ચુડામાં-1, ધ્રાંગધ્રામાં-21, લખતરમાં-8, લીંબડીમાં-22, મૂળીમાં-1, પાટડીમાં-11, સાયલામાં-2, થાનગઢમાં-3 તેમજ વઢવાણમાં સૌથી વધુ એટલે કે 31 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોની જાગૃતતાના કારણે એક દિવસમાં સવારના 10 થી 8 કલાક દરમિયાન 4676 લોકોએ રસી લીધી હતી. જિલ્લામાં કોરોનાની રસીનો ડોઝ બે લાખને પાર કરીને 2,01,870 પર પહોંચી ગયો હતો. જેમાં પ્રથમ ડોઝ 1,55,130 તેમજ બીજો ડોઝ 46,740 લોકોએ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...