તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં મંગળવારે 102 પોઝિટિવ કેસ, 5નાં મોત, સૌથી વધુ વઢવાણમાં 35 કેસ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાથી સાજા થયેલા 155ને રજા અપાઈ, 5 દિવસ બાદ 2 કેસ ઘટ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ દિવસ બાદ કોરોના પોઝિટિવ કેસમાં બેનો ઘટાડો નોંધાયો હતો. સતત ચાર દિવસ 105 નોંધાયેલા કેસો સામે મંગળવારે કોરોના પોઝિટિવ 102 કેસ નોંધાયા હતા. જ્યારે આ દિવસે 5 લોકોના કોરોનાથી મોત થયા હોવાનું સરકારી ચોપડે નોંધાયુ હતું. હાલ જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 6759 અને મૃત્યુઆંક 440 પર પહોંચી ગયો હતો. જ્યારે મંગળવારે 155 લોકો સાજા થતા રજા આપવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની મહામારીમાં સતત ચાર દિવસથી 105 પોઝિટિવ કેસ આવી રહ્યા હતા. ત્યારે મંગળવારે 102 લોકો કોરોના સંક્રમિત થતા આ કેસમાં પાંચ દિવસમાં બે કેસનો ઘટાડો નોંધાયો હતો. મંગળવારે નોંધાયેલા પોઝિટિવ કેસોમાં ચોટીલામાં-1, ચુડામાં-2, ધ્રાંગધ્રામાં -17, લખતરમાં -9, લીંબડીમાં -16, મૂળીમાં-11, પાટડીમાં -4, સાયલામાં-3, થાનગઢમાં-2 તેમજ વઢવાણમાં સૌથી વધુ એટલે કે 35 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.

પરિણામે સોમવારે આવેલા 102 કેસથી જિલ્લામાં હાલ કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 6759 પર અને 5 લોકોના મોતથી મૃત્યુઆંક પણ 440 પર રહ્યો હતો. બીજી તરફ મંગળવારે 155 દર્દીઓને રજા આપવામાં આવતા હાલ જિલ્લામાં 6005 લોકો કોરોનામુક્ત હોવાનું સરકારી ચોપડે નોંધાયું હતું.

મંગળવારે 4723એ રસી લીધી
જિલ્લામાં મંગળવારે સવારે 10થી 7 કલાકમાં 4723 લોકોએ રસી લીધી હતી. જિલ્લામાં કોરોનાની રસીનો ડોઝ 2,07,537 પર પહોંચ્યો. 1,56,701 લોકોએ પ્રથમ, 50,836 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

એક્ટિવ કેસ
ચોટીલા56
ચુડા40
ધ્રાંગધ્રા172
લખતર88
લીંબડી121
મૂળી50
પાટડી107
સાયલા39
થાનગઢ30
વઢવાણ323
આટલા કોરોનામુક્ત
તારીખસંખ્યા
3-5-2187
4-5-2192
5-5-21170
6-5-21202
7-5-21246
8-5-21203
9-5-21201
10-5-21183
11-2-21155

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...