4 દિવસમાં જળાશયો બમણાં છલકાયાં:ઝાલાવાડનાં 11 જળાશયોમાં શનિવારે 101.80 ઘનફૂટ પાણીનો સંગ્રહ થયો હતો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં નવાં નીર આવતા પાણીથી તરબતર થયો છે. - Divya Bhaskar
સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં નવાં નીર આવતા પાણીથી તરબતર થયો છે.
  • 4 દિવસ પડેલા 24.1 ઈંચ વરસાદ બાદ મંગળવારે 222.38 ઘનફૂટ જળસંગ્રહ થયો, નવાં નીર આવતાં તરસ્યાં ગામડાંના લોકોને હવે ટળવળવું નહીં પડે
  • ઝાલાવાડમાં સિઝનનો અત્યાર સુધીમાં 50.41 ટકા વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં ગણેશ ચતુર્થી બાદ શરૂ થયેલા વરસાદની હેલીએ 4 દિવસમાં મેઘમહેર વરસાવતા 24.1 ઇંચ વરસાદ જિલ્લામાં નોંધાઇ ગયો છે.જ્યારે 11 જળાશયોમાં નવાનીરના પધરામણા સાથે નવા 222.48 ઘનફૂટ પાણીની આવક થતા ખાલી પડેલા જળાશયો નવા નીરથી જીવંત થયા છે.આમ ઝાલાવાડની સીઝનનો અત્યાર સુધીમાં 50.41 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં આગામી 4 દિવસ પણ વરસાદ યથાવત રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષ ચોમાસુ સિઝનની ધમાકેદાર પ્રારંભ સાથે સારો વરસાદ થયો હતો. પરંતુ ત્યારબાદ 80થી વધુ દિવસો સુધી એક ટીપું પણ વરસાદ પડ્યો ન હતો. જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા વાદળો ઘેરાવા સાથે ગણેશ ચતુર્થી બાદ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ચાર દિવસમાં સૌથી વધુ મૂળી અને સૌથી ઓછો ચોટીલા તાલુકામાં વરસાદ થયો હતો.આથી વરસાદી પાણીના સંગ્રહ માટે જિલ્લામાં બનાવાયેલા કુલ 11 જળાશયોમાં જે તળીયે આવી ગયા હતા.

અને વરસાદ ખેચાતા ખેતીની સાથે જળાશયો ખાલી રહેવાનો ભય સતાવી રહયો હતો.તેમાં 4 દિવસમાં પડેલા વરસાદને કારણે ખાલી પડેલા 6 જળાશયોમાં નવા નીર આવ્યા હતા.જેમાં ખાસ કરીને પાટડી,મૂળી, લીંબડી, વઢવાણ, થાન પંથકમાં સારો વરસાદ થવાને કારણે બંને તાલુકા સાથે જોડાયેલા જળાશયોમાં નવા નીરની સારી આવક થઇ હતી.જેમાં સૌથી વધુ ધોળીધજા 124, ફલ્કુ 45,84,નાયકા 32.8 એમ કુલ 11 ડેમમાં 222.38 ધનફટ આવક ચાર દિવસમાં પાણીની નવી આવક થઇ છે.

જયારે વાસલ, નીંભણી, ધારી સીંચાઇ ડેમ હજુ પણ ખાલી રહયા છે.જેને લઇને વરસાદના નવા નીર આ ડેમમાં આવે તેની રાહો જોવાઇ રહી છે. જિલ્લામાં ગત વર્ષે તા.14 સપ્ટેમ્બર મહિના સુધીમાં કુલ 32.73 ઇચ વરસાદ થયો હતો. જયારે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 12.46 ઇચ જ વરસાદ થયો છે. જે જોતા ગયા વર્ષની સરખામણીએ અત્યારે 20.27 ઇચ વરસાદની ઘટ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ પૂરબહારમાં છવાયો છે. ત્યારે મંગળવારની મોડી સાંજે વઢવાણ શહેરમાં વરસાદ સાથે વીજળીનો જોરદાર ધડાકો થયો હતો. જેના કારણે ઘરોમાંથી લોકો બહાર નીકળી ગયા હતા. વીજળી પડયાની ઘટનાને લઇને અનેક લોકોના ફ્રીજ, ટીવી, એસી સહિતના વીજઉપકરણોને નુકસાન થયુ હતુ. આ વીજળી ગેબનશાપીર તેમજ વઢવાણ વાડીપ્લોટ વિસ્તારમાં પડી હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી હતી.

જ્યારે દેદાદરા ગામમાં આવેલા રામાપીરના મંદિર ઉપર વીજળી પડતા પણ નુકસાન થયુ હતુ. જ્યારે લખતર નજીક લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર લખતર નજીક વીજળી પડતા હાઇવે ઉપરથી પસાર થતી વીજ લાઈન તોડી નાંખતા લખતરમાં રાત્રે દોઢેક કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. ત્યારે પીજીવીસીએલની ટીમે ત્વરિત કામગીરી હાથ ધરી વીજ પુરવઠો પુનઃ કાર્યરત કર્યો હતો. આ અંગે લખતર કંટ્રોલમાં પૂછતા કંટ્રોલમાં કોઈએ જાણ ન કરી હોવાનું જાણવા મળ્યું હતું. તો તા.13-9-21ના રોજ તાલુકાનાં આદલસર ગામે વીજ પોલ ઉપર વીજળી પડી હતી. જો કે સદનસીબે જાનહાનિ ટળી હતી.

વેળાવદરમાં વીજળી પડતાં 10 પશુનાં મોત
વઢવાણ તાલુકાના વેળાવદર ગામે સોમવારની રાત્રે વરસાદના કારણે વીજળી પડી હતી. જેમાં ગાય, ભેંસ અને વાછરડા સહિત 10 પશુઓના મોત થતા અરેરાટી ફેલાઇ હતી. જ્યારે વઢવાણના પાંચ પીપળા શેરીમાં મકાન ધરાશયી બન્યું હતુ. જો કે કોઇ જાનહાની થઇ ન હતી. વઢવાણ તાલુકાના વેળાવદર ગામે સોમવારની રાત્રે જાણે પશુઓ પર વીજળી વેરણ બનીને આવી હોય તેવી ઘટના બહાર આવી હતી. જેમાં પશુઓ બાંધેલા વાડામાં જ વીજળી પડતા 10 પશુઓના મોત થયા હતા. જેમાં વેળાવદર ગામના ભવાનભાઈ હામાભાઈ બોળીયાના 8 પશુ અને અરજણભાઈ હામાભાઈ બોળીયાના 2 પશુ હતા.

અને આ ઘટનામાં 4 ગાય, 3 ભેંસ અને 3 વાછરાડઓ હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતની જાણ થતા પશુ ડોક્ટરોની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. બીજી તરફ નાના એવા ગામમાં અને વાડામાં બાંધેલા પશુઓ પર જ વીજળી પડતા અને મોતની ઘટનાથી શોક સાથે અરેરાટી ફેલાઇ હતી. જ્યારે વઢવાણ શહેરના પાંચ પીપળા શેરીમાં પણ એક મકાન પડ્યાની ઘટના બહાર આવી હતી.

જિલ્લામાં ડેમની ક્ષમતા હાલની સ્થિતિ (મેટ્રિક ઘનફૂટમાં)
ડેમનું નામકુલ
ક્ષમતા
તા.14ની
સ્થિતિ
નવા નીર
નાયકા48488.832.8
ધોળીધજા720705124
થોરીયાળી793.9290.267.17
વાંસલ140.3862.540
ફલ્કુ457.61123.9345.84
મોરસલ114.768.020.01
સબુરી223.040.920.01
નિંભણી217.7400
વડોદ860.4499.252.88
ઠાંગા163.9886.679.67
ધારી સીંચાઇ106.292.820
કુલ4282.161268.3222.38
4 દિવસ દરમિયાન વરસાદ
તાલુકો11-912-913-914-9કુલ
ચોટીલા5011824
ચુડા0231538
પાટડી75136094
ધ્રાંગધ્રા34025261
લખતર265101455
લીંબડી00631376
મૂળી112641794
સાયલા0025934
થાનગઢ00125062
વઢવાણ12057069
કુલ16322304118607
ઇંચમાં0.650.081.210.472.41
અન્ય સમાચારો પણ છે...