ભાસ્કર વિશેષ:ઉત્તરાયણના દિવસે 1000 પતંગ આકાશમાં લહેરાઈ ટીબી રોગ વિશે જાગૃતિ ફેલાવશે, જિલ્લા ક્ષય કેન્દ્રનું આયોજન

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉધરસ આવે તો કોરોના નહીં, ટીબી પણ હોઈ શકે

સુરેન્દ્રનગર જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા મકરસંક્રાતીના દિવસ નિમિત્તે ટીબી રોગની જનજાગૃતી લાવવા માટે 1000 જેટલા પંતગ બનાવીને પતંગમાં ટીબી રોગના લક્ષણો આકાશના માધ્યમ દ્વારા સંદેશ આપવાનું આયોજન કરાયુ છે. ત્યારે આ દિવસે આકાશમાં પણ આવા સંદેશ સાથેને પતંગો ઉડતા જોવા મળશે. ગભરાઓ નહી.. આગળ આવો, ટીબી હારેગા..દેશ જીતેગા સહિતના આયોજન સાથે દેશમાંથી ટીબીને સંપૂર્ણપણે નાબૂદ કરવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોના નથી, તો ટીબી હોઇ શકે ? માટે ગળફા તથા એક્ષ-રેની તપાસ કરાવી પણ હાલ જરૂરી બની છે.

કારણ કે કોરોના રોગના લક્ષણો ટીબી રોગને મળતા આવતા હોવાનું બહાર આવ્યુ છે. જેને લઇને તમામ કોરોના નેગેટીવ દર્દીઓને ટીબીની તપાસ કરાવવી હાલ જરૂરી છે કારણ કે ટીબી હોય તો સંપૂર્ણ સારવાર શકય છે. ત્યારે ટીબી રોગની જનજાગતી લાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હોવાનું બહાર આવ્યુ હતુ.

મકરસંક્રિત તહેવારના થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ તંત્ર દ્વારા લોકોમાં ટીબી પ્રત્યે જાગૃતી આવે તે માટે તા. 14 જાન્યુઆરીને મકરસંક્રાતીના દિવસ નિમિત્તે 1000 જેટલા પતંગો બનાવવામાં આવ્યા છે. અને આ પતંગોમાં ટીબી રોગના લક્ષણો આકાશના માધ્યમ દ્વારા લોકોને સંદેશ આપવાનું કાર્ય કરશે. પરિણામે સુરેન્દ્રનગર જિલ્લાના આકાશમાં આ દિવસે 1000 જેટલા પતંગો સંદેશા સાથે ઉડતા જવા મળશે.

ટીબી હોવાનું અનુમાન કયારે કરશો ?
બે અઠવાડીયાથી કે વધુ સમયથી ઉધરસ હોવી. છાતીનો દુ:ખાવો, ઘણી વખત ગળફામાં લોહી આવવુ, સાંજના સમયે શરીરનું તાપમાન વધવુ, સાંજના સમયે પરસેવો થવો, વજન ઘટવુ, ભુખ ન લાગવી

અન્ય સમાચારો પણ છે...