તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર સજ્જ:ઝાલાવાડમાં ત્રીજી લહેર માટે 1000 બેડની વ્યવસ્થા કરાશે

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રીજી લહેરને લઇને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે ત્યારે ગાંધી હોસ્પિટલમાં 300 જેટલા બેડની સુવિધાનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રીજી લહેરને લઇને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે ત્યારે ગાંધી હોસ્પિટલમાં 300 જેટલા બેડની સુવિધાનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
  • હાલ ગાંધી હોસ્પિટલમાં 300 બેડની વ્યવસ્થા
  • 0થી 17 વર્ષના 4 લાખથી વધુ બાળકોની સુવિધા માટે તંત્ર સજ્જ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની બીજી લહેરને લઇને લોકો સાથે આરોગ્ય તંત્ર પણ સજાગ બન્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. જેના કારણે જિલ્લામાં આગામી સમયમાં ત્રીજી લહેર સામે લડવા 1000 બેડની વ્યવસ્થામાં આરોગ્ય તંત્ર લાગી ગયું છે. આ ઉપરાંત ઓક્સિજનની સુવિધા તેમજ વેન્ટિલેટર માટેની વ્યવસ્થા વગેરેને લઇને આરોગ્યતંત્ર એક્સન પ્લાનમાં આવી ગયું છે.

સુરેન્દ્રનગર જિલ્લાની અંદાજે 16,00,000થી વધુની વસતી છે. તેમાંય ખાસ કરીને 0 થી 17 વર્ષની ઉંમરના 4 લાખથી વધુ બાળકોનો સમાવેશ થાય છે. ખાસ કરીને આ લહેરમાં આરોગ્ય વ્યવસ્થાની જાણે ઉણપ સર્જાઇ હોય તેમ વેન્ટિલેટર, ઓક્સિજન, ઇન્જેકશન સહિતના અનેક કારણોને લીધે જિલ્લામાં દર્દી સાથે તેના પરિવારજનોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7382 પોઝિટિવ કેસ તેમજ 446 લોકોના મોત થઇ ચૂક્યા છે.

બીજી લહેરને લઇને પણ જિલ્લાના લોકો તેમજ આરોગ્ય તંત્ર ચિંતત બન્યા છે. ત્યારે આ લહેરની સામે લડવા માટે જિલ્લામાં અંદાજે 1000 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવશે તેવું બહાર આવ્યું હતું. આ અંગે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડો.હરીશ એમ.વેસેતિયને જણાવ્યું કે, ત્રીજી લહેરની તૈયારી માટે એક્સન પ્લાન કાર્યરત કરવામાં આવી રહ્યો છે. હાલમાં ગાંધી હોસ્પિટલમાં અંદાજે 300 બેડની સુવિધા થઇ શકે છે.

આ ઉપરાંત પ્રથમ મેડિકલ કોલેજ અને ગ્રાન્ટેડ હોસ્પિટલોનો સહકાર લઇ 500 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ 200 બેડની વ્યવસ્થા થઇ શકે તેમ છે. જ્યારે બાળકોના વેન્ટિલેટરની માંગણી પણ સરકાર પાસે કરવામાં આવશે અને એક અઠવાડીયામાં કોરોના ટેસ્ટ માટે આરટીપીસીઆર ટેસ્ટ સેન્ટર શરૂ કરી દેવામાં આવશે.

ઓક્સિજનની અછત નિવારવા સ્થાનિક પ્લાન્ટ નખાશે
સુરેન્દ્રનગર જિલ્લામાં બીજી લહેરમાં ઓક્સિજનની અછતના કારણે દર્દી સાથે પરિવારજનોને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી લહેર માટે હાલ ગાંધી હોસ્પિટલમાં ઓક્સિજનની પૂરતી સુવિધા છે તેમ છતા અગમચેતીના ભાગરૂપે ટૂંક સમયમાં જ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાશે.

ખાનગી બાળરોગ નિષ્ણાતો સાથે એમઓયુ કરાશે
સુરેન્દ્રનગર જિલ્લાની એક માત્ર સૌથી મોટી સરકારી ગાંધી હોસ્પિટલમાં જ બાળરોગ નિષ્ણાંત તબીબી છે. પરિણામે ત્રીજી લહેરને લઇને બાળરોગ નિષ્ણાંત કે જે ખાનગી હોસ્પિટલના હોય છે તેમની સાથે એમઓયુ કરવાની છૂટ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...