કોરોના વેક્સિનેશન:મોરબી જિલ્લાના 248 ગામોમાં 100 ટકા રસીકરણ, દરરોજ સરેરાશ 5થી 7 હજાર લોકોને આપવામાં આવે છે રસી

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 73 ટકા નાગરિકોએ પ્રથમ અને 86 ટકા નાગરિકોએ બીજો ડોઝ લીધો
  • માળીયા અને ટંકારામાં નીરસ રસીકરણ

મોરબી શહેર અને જિલ્લામાં કોરોના વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં થઈ રહી છે. જિલ્લામાં ડિસેમ્બર સુધી રસીકરણ પૂર્ણ કરવા માટેના ઉચ્ચસ્તરેથી આદેશો આપવામાં આવ્યાં છે. ત્યારે જિલ્લાના 300થી વધુ ગામો પૈકી 248 ગામોમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં પ્રથમ ડોઝ 73 ટકા અને બીજો ડોઝમાં 86 ટકાની કામગીરી થઈ છે. બાકીના ગામોમાં વેક્સિનેશનની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે.

મોરબી તાલુકાના 98 ગામોમાં 100 ટકા વેક્સિનેશન મોરબી જિલ્લામાં સૌથી વધુ મોરબી તાલુકામાં વેક્સિનેશન થયું છે. જેમાં મોરબી તાલુકાના 98 ગામોમાં 100 ટકા વેક્સિનેશન કરવામાં આવ્યું છે. જ્યારે સૌથી ઓછું માળિયા તાલુકામાં રસીકરણ થયું છે. જેમાં માળીયા તાલુકામાં 18 ગામોમાં જ વેક્સિનેશન થયું છે. જ્યારે ટંકારાના 39 ગામો, વાંકાનેર તાલુકાના 47 ગામો અને હળવદ તાલુકાના 46 ગામોમા વેક્સિનેશનની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ છે.

જિલ્લામાં ખૂબ જ ઝડપથી વેક્સિનેશન જિલ્લાના 36 ગામોમાં રસીકરણની કામગીરી 50 ટકા જ થઈ છે. મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 5,97,853 લોકોએ પ્રથમ ડોઝ અને 2,04,143 લોકોએ બીજો ડોઝ લીધો છે. તેમજ દરરોજ જિલ્લામાં સરેરાશ 5 થી 7 હજાર લોકોનું વેક્સિનેશન કરવામાં આવે છે. વડાપ્રધાનના જન્મદિવસે રેકોર્ડબ્રેક વેક્સિનેશન થયા બાદ વેક્સિનેશનમાં ખૂબ ઝડપ આવી છે. હવે ડોઝ અપૂરતાની પણ ઝંઝટ રહી નથી. ડોઝ વધુ આવતા હોય વેક્સિનેશન માટેના સ્થળો પણ દરરોજ વધારવા આવે છે. એટલે જિલ્લામાં ખૂબ જ ઝડપથી વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...