અભિયાનને વેક્સિનની જરૂર:201 દિવસમાં જિલ્લામાં 605માંથી માત્ર 45 ગામડાંમાં જ 100 ટકા રસીકરણ!

સુરેન્દ્રનગર4 મહિનો પહેલાલેખક: પ્રવીણ સોલંકી
  • કૉપી લિંક
મૂળીના ગઢાદ-હેમતપર ગામનું 100% રસીકરણ. - Divya Bhaskar
મૂળીના ગઢાદ-હેમતપર ગામનું 100% રસીકરણ.
  • 16 જાન્યુઆરીથી શરૂ થયેલી રસીકરણ ઝુંબેશમાં 12 લાખના લક્ષ્યાંક સામે 7,31,431ને રસી અપાઈ
  • 18થી 44ની વયજૂથના 8 લાખ લોકોના લક્ષ્યાંક સામે માત્ર 3,09,191ને જ રસી અપાઈ: 42 ટકા યુવાનો હજી રસીથી વંચિત
  • કુલ 7.31 લાખમાંથી પહેલો ડોઝ લેનારા 6,07,324 જ્યારે બંને ડોઝ લેનારા માત્ર 1,24,107

સુરેન્દ્રનગર જિલ્લામાં રસીકરણ અભિયાનને જ ઝડપની વેક્સિન આપવાની જરૂર હોય, તેવું ચિત્ર ઉપસ્યું છે. 16 જાન્યુઆરીથી રસીકરણ ઝુંબેશ શરૂ કરાઈ હતી. જિલ્લાના 12 લાખ લોકોને રસી આપવાના લક્ષ્યાંક સામે 201 દિવસ બાદ માત્ર 7,31,431 લોકોને જ રસી આપી શકાઈ છે. તેમાં પણ 18થી 44ની વયજૂથના 8 લાખ યુવાનના લક્ષ્યાંક સામે માત્ર 3,09,191 લોકોને જ રસી અપાઈ છે. એ જ રીતે, કુલ 605 ગામડાંમાંથી માત્ર 45 ગામડાંમાં પહેલા ડોઝનું 100 ટકા રસીકરણ થઈ શક્યું છે જ્યારે 560 ગામડાં હજી પણ 100 ટકા રસીકરણથી જોજનો દૂર છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે 12 લાખ લોકોને રસી દેવાનું મહાઅભિયાન હાથ ધરાયુ છે. જિલ્લામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણમાં અત્યાર સુધીમાં 7,31,431 લોકોનું રસીણકરણ થઇ ગયુ છે. જેમાં 6,07,324 લોકોએ પ્રથમ તેમજ 1,24,107 લોકોએ બીજો ડોઝ લીધો હતો. તેમાંય ખાસ કરીને યુવાનોમાં રસી પ્રત્યેની જાગૃતતા વધતી જાય છે. જેના કારણે અત્યાર સુધીમાં 18-44 વયના 3,.9,191 લોકોએ રસી લીધી હતી. પરંતુ જિલ્લામાં 18-44 ની ઉંમરના 8,00,000 લોકોને રસી દેવાનો લક્ષ્યાંક છે.

જેની સામે હજુ પણ 42 ટકા જિલ્લાના યુવાનો રસીકરણની બાકી છે. બીજી તરફ જુલાઈ મહિનાના અંતે જિલ્લાના કુલ 26 ગામોમાં 100 ટકા કોવિડ રસીકરણ પૂર્ણ થયું હતુ. ત્યારે જિલ્લામાં ફરી ગામડાઓમાં રસીકરણનું જોર વધતા આ ગામોમાં વધારો થતા અત્યાર સુધીમાં 45 ગામડાઓમાં 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ થઇ ગઇ હોવાનું બહાર આવ્યુ હતુ. પરંતુ જિલ્લાના અંદાજે 650 જેટલા ગામડાઓમાંથી 45 ગામડાઓમાં 100 ટકા રસીકરણ થયુ છે. ત્યારે આરોગ્ય તંત્ર માટે સંપૂર્ણ 100 ટકા રસીકરણ કરવા માટે 605 ગામડાઓ હજુ પણ દૂર છે.

જિલ્લામાં 26 બાદ વધુ ગામડાંમાં થયેલું 100 રસીકરણ,
ગામરસીકરણ
ટીંબા1490
ગોમટા891
જગદીસણ203
એહમદગઢ316
ગોરીયાવાડ1559
વઘાડા1378
ઝાલીયાળા524
બલાળા1239
માનપુર742
રામપરડા778
દેવપરા830
હેંમતપર648
રઇ836
રૂપાવટી1046
હરીપુરા678
રૂસ્તમગઢ361
આલમપુરા916

13 દિવસમાં ગામડાના 81,316એ રસી લીધી : જિલ્લામાં 20 જુલાઈએ ગ્રામ્ય પંથકના 7,035, 22 જુલાઈએ 11,263એ રસી લીધી. ત્યારબાદના દિવસોમાં 8,488 અને 9,495, તેમજ 10,654 સહિત 20 જુલાઇથી 3 ઓગસ્ટ સુધીમાં 81,316એ રસી લીધી.

તંત્ર ગામડાંના સરપંચો, આગેવાનોના સંપર્કમાં
સુરેન્દ્રનગર જિલ્લામાં ગામડાઓમાં વધુને વધુ રસીકરણ થાય તે માટે સરપંચો અને આગેવાનો સહિતના લોકોમાં સંપર્કમાં રહેવાની ગતિવિધિ તેજ બનાવી છે. જે-જે ગામડાંઓમાં રસીકરણ બાકી છે ત્યાં આરોગ્યની ટીમો સાથે કામગીરી કરાઈ રહી છે. બીજી તરફ જે ગામડાંમાં બીજો ડોઝ બાકી છે તેનું ધ્યાન રાખીને પણ કાર્યવાહી ચાલુ હોવાનું આરોગ્ય તંત્રે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...