તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપ-કૉંગ્રેસમાં ગાબડું:હળવદના વેગડવાવમાં 100 કાર્યકર્તાઓ 'આપ'માં જોડાયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદના વેગડવાવમાં 100 કાર્યકર્તાઓ 'આપ'માં જોડાયા - Divya Bhaskar
હળવદના વેગડવાવમાં 100 કાર્યકર્તાઓ 'આપ'માં જોડાયા
  • હળવદમાં મજબૂત થતી જતી આમ આદમી પાર્ટીથી ભાજપ-કોગ્રેસ ચિંતિત..!

હળવદ તાલુકાના વેગડવાવ ગામે "આપ"ની વિચારધારા સાથે જોડાઈ ભાજપ-કોંગ્રેસના 100થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી માં સામેલ થયા હતા.

આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં હળવદમાં આમ આદમી પાર્ટીને ભારે સફળતા મળી છે રોજ બરોજ લોકો આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈ "આપ"નો ખેસ ધારણ કરી રહ્યા છે ત્યારે ગઇકાલે હળવદ તાલુકાના વેગડવાવ ગામે આમ આદમી પાર્ટી દ્રારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેગડવાવ ગામના યુવાનો અને વડીલો આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈ "આપ"નો ખેસ અને ટોપી પહેર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હળવદમાં આપની વધતી જતી લોકચાહના થી ભાજપ અને કોંગ્રેસ બંને ચિંતિત જોવા મળી રહ્યા છે.વેગડવાવમાં યોજાય બેઠકમાં હળવદ તાલુકા આમ આદમી પાર્ટીના મહામંત્રી વિપુલભાઈ રબારી,તાલુકા યુવા પ્રમુખ હિતેશભાઈ વરમોરા,શહેર પ્રમુખ હિમાંશુભાઈ રાવલ,અનિલભાઈ પાડલીયા,મંત્રી રાજેશભાઈ રબારી જયદીપભાઇ થડોદા,અરવિંદભાઈ આદ્રોજા, કે.ડી ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...