મારામારી:ધ્રાંગધ્રાના વાવડી ગામે સગા ભાઇઓના પરિવાર વચ્ચે મારામારી થતા 10 લોકો ઘાયલ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રા તાલુકા પોલીસમા સામસામી ફરિયાદો નોંધવામાં આવતા આઠ મહિલા સહિત કુલ વીસ વ્યક્તિ સામે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કરાયા છે

ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે સગા ભાઈઓના પરિવારો વચ્ચે ધારિયા,પાઈપ અને ધોકાથી સશસ્ત્ર મારામારી થતા બન્ને જૂથના કુલ દસ વ્યક્તિઓને ગંભીર ઈજા થવા પામી હતી. તે તમામને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમા સામસામી ફરિયાદો નોંધવામાં આવતા આઠ મહિલા સહિત કુલ વીસ વ્યક્તિ સામે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

આ બનાવની વિગત એવા પ્રકારની છે કે, ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે અરજણ વાલાભાઈ, કાનાભાઈ વાલાભાઈ, દલાભાઈ વાલાભાઈ, રામજીભાઈ વાલાભાઈ અને સ્વ.ભીમાભાઈ વાલાભાઈના પરિવારો રહે છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં વાલીબેન ભીમાભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, વાવડી ગામની સીમમાં તેમના અને તેમના જેઠના ખેતરો બાજુબાજુમાં આવેલા છે. જેમાં આ બનાવના દિવસે ખેતર વચ્ચે તાર બાંધવા બાબતે કાનાભાઈ વાલાભાઈ અને રામાભાઈ વાલાભાઈએ ગાળો દઈને પથ્થરના છુટ્ટા ઘા કર્યા હતા.

બાદમાં અન્યોએ પાવડા,ધારિયા અને ધોકાથી હુમલો કરી દલાભાઈ વાલાભાઈ, વિનોદ દાનાભાઈ અને અરજણ વાલાભાઈને ઈજા કરી હતી. જેમાં દલાભાઈને માથામાં ગંભીર ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા છે. આ બનાવમાં પોલીસે કાનાભાઈ વાલાભાઈ રામાભાઈ વાલાભાઈ તેમના દિકરાઓ કિશન કાના, દિપક કાના, લવજી કાના, તેમજ ગૌરીબેન કાનાભાઈ, પારૂલબેન ભોપાભાઈ, ચંદ્રીકાબેન રામભાઈ, હંસાબેન દીપાભાઈ તથા કંકુબેન કિશનભાઈ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...