તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મોરબીમાં વધુ 131 નકલી રેમડેસિવિર ઇન્જેક્શન અને 20 લાખ રોકડા સાથે 10 શખ્સોની ધરપકડ

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
મોરબીમાં વધુ 131 નકલી રેમડેસિવિર ઇન્જેક્શન અને 20 લાખ રોકડા સાથે 10 શખ્સોની ધરપકડ - Divya Bhaskar
મોરબીમાં વધુ 131 નકલી રેમડેસિવિર ઇન્જેક્શન અને 20 લાખ રોકડા સાથે 10 શખ્સોની ધરપકડ
 • ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શનના સ્ટીકર છાપનાર વાપીનો પ્રિન્ટિંગ પ્રેસવાળો પણ ઝડપાયો
 • ત્રણ આરોપી કોરોના પોઝિટિવ આવતા અન્ય 10 શખ્સોની આજે વિધિવત ધરપકડ કરવામાં આવી

મોરબીથી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચાણ કરવાનું રેકેટ સામે આવ્યા બાદ મોરબી પોલીસે આ કૌભાંડમાં કુલ 13 શખ્સોને અટકાયતમાં લીધા હતા જે પૈકી ત્રણ આરોપી કોરોના પોઝિટિવ આવતા અન્ય 10 શખ્સોની આજે વિધિવત ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત રાજયવ્યાપી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડમાં મોરબી, અમદાવાદ, સુરત, અને મુંબઈ સહિતના કુલ 13 શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસની ત્રણ અલગ અલગ ટીમ દ્વારા કુલ 13 કૌભાંડીને ઝડપી લેવામાં આવ્યા છે જેમાં તમામના કોરોના રિપોર્ટ કરાવવામાં આવતા રાહુલ અશ્વિનભાઈ લોહાણા, (રહે.મોરબી), મહમદ આશીમ ઉર્ફે મહમદ આસિફ મહમદ અબ્બાસભાઈ શેખ (રહે.અમદાવાદ) અને સંજયકુમાર ઈશ્વરભાઈ પટેલ (રહે. ચલા, વાપી) કોરોના પોઝિટિવ આવતા હાલ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

જ્યારે પોલીસે અટક કરેલા અન્ય આઠ આરોપીઓમાં કૌશલ મહેન્દ્રભાઈ વોરા,( રહે.સુરત અડાજણ ), પુનિત ગુણવંતલાલ શાહ,( રહે.મુંબઈ ), પ્રકાશ મધુકર વાંકોડે, ( રહે. ચલા,વાપી ), ધર્મેશ ઈશ્વરભાઈ પટેલ, ( રહે.વાપી ), ધીરજ શીવપુજન કુશવાહ, ( રહે. મીરારોડ,થાણે ), હસન અસલમ સુરતી, ( રહે. સચીન, સુરત ), ફહીમ ઉર્ફે ફઇમ હારૂનભાઇ મેમણ,( રહે. વેજલપુર,અમદાવાદ ) અને નફીસ કાસમભાઇ મન્સુરી,( રહે. જુહાપુરા અમદાવાદ )વાળાની આજે વિધિવત ધરપકડ કરી છે. ઉપરાંત આજરોજ નકલી રેમડેસિવિર ઇન્જેક્શનના સ્ટીકર રેપર પ્રિન્ટ કરનાર પ્રિન્ટિંગ પ્રેસ વાળા નાગુજી ઉર્ફ નાગેશ નામદેવ મોરે ( રહે.વાપી )વાળાની પણ વિધિવત ધરપકડ કરી છે.

દરમિયાન પોલીસ ટીમની તપાસમાં આરોપી ફઈમે અમદાવાદના નફીસ પાસેથી ડુપ્લીકેટ ઇન્જેકશન લઇ રૂપીયા ચુકવેલા તે ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેકશનના વેચાણના વધુ રૂ. 20 લાખ 90 હજાર 500 તથા ડુપ્લીકેટ ઇન્જેક્શન નંગ 131 મળી કુલ રૂ. 27 લાખ 19 હજાર 300નો મુદામાલ પોલીસ ટીમે કબ્જે લીધો હતો છે.

નકલી રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડમાં બે આરોપી નવ દિવસના રિમાન્ડ ઉપર મોરબી પોલીસે ઝડપી લીધેલા રાજ્યવ્યાપી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડમાં ઝડપાયેલા બે આરોપીને આજે મોરબી અદાલતમાં રજૂ કરાતા નામદાર અદાલતે બન્ને આરોપીને 13 મે સુધી નવ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. કોરોના મહામારીમાં લોકોના આરોગ્ય સાથે ચેડા સમાન નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચાણ પ્રકરણમાં મોરબી પોલીસે મોરબીથી બે આરોપીને ઝડપી લઈ રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરી 11 આરોપીઓને ઝડપી લીધા હતા.

જેમાં મોરબીના રવિ ઉર્ફે રાજ મનોજભાઇ હિરાણી અને અમદાવાદના રમીઝ સૈયદ હુસેન કાદરીને અદાલત સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા નામદાર અદાલતે બન્ને આરોપીઓને આગામી તા.13 મે સુધી નવ દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસ હવે આ નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનો કાળો કારોબાર કેટલા સમયથી ચલાવવામાં આવતો હતો. કોને કોને વેચાણ આપ્યા સહિતની અનેક બાબતો ઉજાગર કરવા બન્ને આરોપીને રિમાન્ડ દરમિયાન પૂછપરછ હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો