સુરેન્દ્રનગરમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરી અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે જોરાવરનગરમાંથી એક શખ્સને 244 ચાઇનીઝ દોરીના ફીરકા સાથે એક શખસ ઝડપાયો હતો. તેની પાસેથીરૂ.27,130નો મુદામાલ જપ્તકરી ગુનો નોંધાયો હતો.
ઉતરાયણ પર્વમાં પ્લાસ્ટીકની બનેલી ચાઇનીઝ દોરી પક્ષી અને લોકોને નુકશાન પહોંચાડવા સાથે ક્યારેક અકસ્માત અને મોતનુ પણ કારણ બનતી હોય છે.આથી આવી દોરી ને સરકારે પ્રતિબંધીત જાહેર કરી વેચાણ ન કરવા જાહેર કર્યુ છે. પરંતુ સુરેન્દ્રનગમાં હજુ પણ કેટલાક વેપારીઓ આનુ વેચાણ કરતા હોઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
જોરાવરનગર પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવા દરમિયાન ચાઇનીઝ દોરી અંગે બાતમી મળી હતી.આથી રતનપર ગુરૂદતાત્રેય મંદિર પાસે આવેલી એ વન પતંગ સ્ટોરની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. જ્યાંથી પ્રતિબંધીત 244 પ્લાસ્ટીકની દોરીની ફીરકી મળી આવી હતી.
આથી એક શખ્સને ઝડપી પાડી નામ પુછતાં પોતે રતનપર શેરીનં.8 ના નાઝીરભાઇ યુનુસભાઇ પાધરસી હોવાનુ જણાવ્યુ હતુ. આથી પોલીસ ટીમે ચાઇનીઝ દોરીની ફિરકી 244 રૂ.27,130નો મુદામાલ જપ્ત કરી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.