કાર્યવાહી:પાટડીના પોરડા ગામેથી દેશી બનાવટની બંદુક સાથે 1 ઝડપાયો

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

પાટડી તાલુકાના પોલીસ મથકના વિસ્તારમાં એસઓજી પોલીસ પ્રેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોરડા ગામનો એક શખ્સ પાસે દેશી બનાવટની મઝલ લોડની બંદુક હોવાની બાતમી મળી હતી. આથી પોલીસ ટીમે દરોડો પાડી એક શખસને બંદુક સાથે ઝડપી લીધો હતો.તેની પાસેથી બંદુક કિંમત રૂ.2500 સહિત મુદ્દામાલ જપ્ત કરી તેની સામે પાટડી પોલીસ સ્ટેશને આર્મસ એક્ટ મુજબ ગુનો નોંધવ્યો હતો.

એસઓજી પીઆઇ વી.વી.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એએઆઇ ઘનશ્યામભાઇ મસીયાવા, મગનભાઇ રાઠોડ તથા હે.કો.મહીપાલસિંહ,પો.કો.ગોપાલભાઇ પરમાર સહિત એસ.ઓ.જી ટીમ પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન બાતમી મળી કે પોરડા ગામના તળાવ પાસે એક શખસ ગેરકાયદે રીતે દેશી હાથ બનાવટની બંદૂક સાથે છે.

આથી પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. જ્યાં તળશીભાઇ ઉર્ફે ટીનો ગોકળભાઇ દેલવાડીયાને એક દેશી મઝલલોડ બંદુક જેની કિંમત રૂ.2500ની સાથે ઝડપી પડાયો હતો.જે શખસ વિરુદ્ધ પાટડી મથકે આર્મ્સ ઍક્ટ મુજબ ગુનો નોધાવવામાં આવ્યો હતો. આ અંગેની વધુ તપાસ પાટડી પોલીસે હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...