કાર્યવાહી:ચુડાના કોરડા ગામ પાસે ચેકિંગ દરમિયાન ચોરીના 3 બાઇક સાથે 1 ઝડપાયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ટીમ ચુડા તાલુકાના કોરડ ગામ પાસે તપાસમાં હતા. તે દરમિયાન પસાર થતા બાઇક ચાલક પાસે કાગળમાંગતા રજૂ કરી શક્યો ન હતી. આથી તેની પૂછપરછમાં વધુ 3 બાઇક બોટાદમાંથી ચોર્યાનું કબૂલ્યું હતું. આથી 3 બાઇક સહિત મુદામાલ જપ્ત કરી આરોપીને ચૂડા પોલીસ સ્ટેશન સોંપાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં વાહન ચોરીના ગુનાઓ અટકાવવા અને આરોપીને શોંધી કાઢવા પોલીસ વડાએ સૂચના આપી હતી.આથી એસઓજી પીઆઇ વી.વી.ત્રિવેદીના માર્ગદર્શનમાં એએસઆઇ દાજીરાજસિંહ, હરદેવસિંહ, મહિપતસિહ, જગદીશભાઇ સહિત સ્ટાફ ચુડા પોલીસ સ્ટેશનના કોરડા ગામ પાસે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન 1 શખસને બાઇક લઇ આવતો અટકાવી પૂછપરછ હાથ ધરી હતી. તેણે પોતે બોટાદના માધવબાગ પાસે સુર્યાગાર્ડન પાસેનો રહીશ મેહુલ ધરમશીભાઇ મકવાણા હોવાનું જણાવ્યું હતું.

બાઇકના કાગળો માગતા રજૂ કરી શક્યો ન હતો. આથી વુધ પૂછપરછ કરતા 3 બાઇક બોટાદ શહેરમાંથી ચોર્યાનું કબૂલ્યું હતું. આમ 3 બાઇક કિંમત રૂ.55 હજાર જપ્ત કરી આગળની કાર્યવાહી માટે ચુડા પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...