કાર્યવાહી:થોરીયાળી ગામેથી તમંચા સાથે 1 શખ્સ ઝડપાયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • એક માસ પહેલાં ખરીદ્યો હોવાનું ખુલ્યું

સુરેન્દ્રનગર એલસીબી ટીમસાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવા દરમિાયન ગેરકાયદેસર હથીયાર અંગે બાતમી મળી હતી.આથી થોરીયાળી ગામેથી દેશી હાથ બનાવટની બંદુક સહિત રૂ.10 હજારના મુદામાલ સાથે એકને ઝડપી પડાયો હતો.પુછપરછમાં એક માસ પહેલા હથીયાર ખરીદ્યાનું ખુલતા બે શખ્સો સામે સાયલા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો.

જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે જિલ્લામાં ગેરકાયદેસર રીતે હથીયાર રાખતા અને વેચાણ કરતા હોવાનુ ધ્યાને આવ્યુ હતુ.જેમાં મોટાભાગે બહારના જિલ્લા રાજ્યમાંથી અને અમુક લોકલ શખ્સો પણ બનાવતા હોવાથી કાર્યવાહીની સુચના આપી હતી.આથી એલસીબી પીઆઇ એમ.ડી.ચૌધરીના માર્ગદર્શનમાં પીએસઆઇ વી.આર.જાડેજા સહિત ટીમે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ.સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવા દરમિયાન ગેરકાયદેસર હથીયાર અંગે બાતમી મળી હતી.

આથી થોરીયાળી બસસ્ટેન્ડ પાસેથી દેશીહાથ બનાવટના તમંચા સાથે થોરીયાળીના દલીપભાઇ નાઝભાઇ ખાચરને ઝડપી પડાયા હતા.તેમની પાસેથીમોબાઇલ, તમંચો સહિત રૂ.10 હજારનો મુદામાલ જપ્ત કરાયો હતો.પુછપરછમાં એક પહેલા સંદિપસિંહ નામના શખ્સ પાસેથી 15હજારમાં ખરીદ્યાનું જણાવ્યુહતુ.આથી બંન્ને વિરૂધ્ભ સાયલા પોલીસ સ્ટેશન હથીયાર ધારા અંગેગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...