કાર્યવાહી:ચોરીના 54 કિલો તાંબા પિત્તળના વાસણો સાથે 1 શખસ ઝડપાયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગર એસઓજી ટીમ ધ્રાંગધ્રા વિસ્તારમાં હોવા દરમિયાન ચોરીના વાસણ સાથે શખ્સ હોવાની બાતમી મળી હતી.આથી તાંબા પીતળના વાસણો સાથે એક શખ્સને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે ધ્રાંગધ્રા સીટી પોલીસને સોંપવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં ચોરીના ગુના અટકાવવા અને ગુનેગારો ઝડપી પાડવા સુચના આપી હતી.આથી એસઓજી ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોવા દરમિયાન ચોરી કે છળ કપટથી મેળવેલા તાંબા પીતળના વાસણ સાથે શખ્સ હોવાની બાતમી મળી હતી.

આથી ધ્રાંગધ્રાના દિલ્લી દરવાજા પાસેથી વાસણો ભરેલા કોથળા સાથે એક શખ્સને ઝડપી પાડી પુછપરછ કરતા તે ધ્રાંગધ્રા નાની બજારનો રહીશ સોહીલ ઉર્ફે દાબેલો હાજીભાઇ પઠાણ હોવાનુ જણાવ્યુ હતુ.જ્યારે વાસણ અંગે કોઇ સંતોષકારક જવાબ ન આપી શકતા ચોરી કે છળકપટથી મેળવ્યાનુ જણાયું હતું.

8 માટલી, 9 બોઘેણા, 1 ડોલ, 4 તાસ, 2 તપેલી, 1 કળસ, 1 પ્રાઇમસ, 2 કડાઇ, 2 થાળી, 2 ઢાંકણા વગરના ડબ્બા સહિત 54 કિલોનો મુદામાલ રૂ.21,600નો જપ્તકરી ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ગુનો નોંધાવતા તેમણે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં એસઓજી પીઆઇ એસ.એમ. જાડેજાના માર્ગદર્શનમાં એએસઆઇ પ્રવિણભાઇ આલ, જયરાજસિંહ ઝાલા, મીતભાઇ મુંજપરા સહિત એસઓજી ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...