તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મ્યુકોરના ઈન્જેક્શનનાં કાળા બજારમાં વધુ 1ની ધરપકડ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટમાં રજૂ કરાતાં 3 દિવસના રિમાન્ડ મંજૂર

સુરેન્દ્રનગરમાં મ્યુકોર માઇકોસિસના કેસમાં ઝડપાયેલા શખસોના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં 2 શખસના નામ ખૂલ્યા હતા. જેમાંના એક મૂળ સુરેન્દ્રનગર અને હાલ અમદાવાદ રહેતા શખસને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. શિવમ નામનો શખસ હજુ ફરાર છે.

સુરેન્દ્રનગરમાં મ્યુકોર માઇકોસીસના ઇલાજમાં વપરાતા ઇન્જેક્શનના કાળાબજાર પ્રકરણમાં એ-ડિવિઝન પોલીસ ટીમે લીંબડીના દલસુખ જેરામભાઇ પરમાર અને સુરેન્દ્રનગરના સમીર મનસુરીને ઝડપી પાડ્યા હતા.જેમના ચાર દિવસના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં પ્રથમ દિવસે તરૂણ ઉર્ફે શિવમ રાવલ નામના શખસનું નામ ખૂલ્યું હતું જે હજુ ફરાર છે. જ્યારે વધુ પૂછપરછમાં અમદાવાદના શખસનું નામ ખૂલતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ અંગે સીટી પીઆઇ વી.વી.ત્રિવેદીએ જણાવ્યું ઝડપાયેલ શખસના રિમાન્ડ દરમિયાન શિવમ રાવલ સિવાય એક મૂળ સુરેન્દ્રનગરના અને હાલ અમદાવાદ રહેતા પ્રિત ત્રાંબડિયાનું નામ ખૂલતા તે અમદાવાદથી પકડાયો હતો. આથી પોલીસ ટીમે તેની ધરપકડ કોરોના ટેસ્ટ બાદ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માગ કરાઇ હતી. જ્યારે કોર્ટે બુધવાર સુધી દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. શિવમે પ્રિત તાંબડિયાની ઓળખાણ દલસુખ અને સમીર સાથે કરાવી પ્રિતે જ ઝડપાયેલા ઇન્જેક્શન પૂરા પાડ્યાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...