સુરેન્દ્રનગર એલસીબી ટીમ શહેર વિસ્તારમાં હોવા દરમિયાન ચોરીની કાર અંગે બાતમી મળી હતી. આથી રિવરફ્રન્ટ રોડ પર વોચ ગોઠવતા શંકાસ્પદ કાર અટકાવી કાગળ મગાયા હતા.પરંતુ કાર ચાલક આપી શક્યો ન હતો આથી ઝડપીપાડી પૂછપરછ કરતા અન્ય 4 સ્થળેથી કાર ચોરી કર્યાનું કબૂલ્યું હતું. આથી 4 કાર કિંમત રૂ.11,50 લાખ જપ્ત કરી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવાયો હતો. એલસીબી પોલીસ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતું.
શહેર વિસ્તારમાં હોવા દરમિયાન આ ટીમને ચોરીની કાર સાથે શખસ હોવાની બાતમી મળી હતી.આથી રિવરફ્રન્ટ રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી.તે દરમિયાન નીકળેલી શંકાસ્પદ કારને અટકાવી કારના કાગળો મગાયા હતા. પરંતુ રજૂ ન કરી શકતા સુરેન્દ્રનગર નવા જંક્શન રોડ નાગેશ્વર પાસે મણિયાર નગરના રહીશ રૂષભભાઇ કિરીટભાઇ શાહને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની વધુ પૂછપરછમાં અન્ય સ્થળોએથી પણ કાર ચોર્યાનું કબૂલ્યું હતું.
જેમાં 5 મહિના પહેલા થાનગઢ ચોકડી પાસેથી, 10 મહિના પહેલા નડિયાદ આરટીઓ પાસેથી આણંદના વિશાલભાઇ પરમારની કાર 5 મહિના પહેલા રાધનપુર દેરાસર પાસેથી, 2 મહિના પહેલા પાટડી કોર્ટપાસેથી એમ 4 કારની ચોરી કર્યાનું કબૂલ્યું હતું. આથી તેમના કબજામાં રહેલી ચાર કારોને સહીત રૂ.11,50 લાખનો મુદામાલ જપ્ત કરી સીટી એડિવિઝન પોલીસ મથકે આરોપી સામે ફરીયાદ નોંધાવાઇ હતી. આ કાર્યવાહીમાં એલસીબી પીઆઇ વી.વી.ત્રીવેદીના માર્ગદર્શનમાં પીએસઆઇ વી.આર.જાડેજા, એએસઆઇ એન.ડી.ચુડાસમા, નીકુલસિંહ સહિત એલસીબી ટીમ જોડાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.