અકસ્માત:મૂળી રોડ પર ડમ્પરે પદયાત્રીને અડફેટે લેતાં 1નું મોત, 3 ઘાયલ

મૂળી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સુરેન્દ્રનગરનાં માઇભક્તો દર્શન માટે પગપાળા ચોટીલા જઇ રહ્યા હતા

મૂળી હાઇવે પર અવારનવાર અકસ્માતનાં બનાવો બને છે. ત્યારે સુરેન્દ્રનગરનાં માઇભક્તો દર્શન માટે પગપાળા 2 દિવસ પહેલા ચોટીલા જઇ રહ્યા હતા. ત્યારે ડમ્પરચાલકે 4 લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક વ્યક્તિનું મોત થતા પોલીસે તપાસ આરંભી છે.મૂળી હાઇવે પર કેટલાક સમયથી અકસ્માતોનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. સુરેન્દ્રનગરનાં હિતેશભાઇ રામજીભાઇ કલોત્રા સહિતનાં લોકો ચોટીલા પગપાળા દર્શન માટે 2 દિવસ પહેલા જઇ રહ્યા હતા. ત્યારે મૂળી પેટ્રોલપંપ પાસે મોડી સાંજે કોઇ અજાણ્યો ડમ્પરચાલક પુરપાટ અને ગફલતભરી રીતે ચલાવી ચાલીને જતા પદયાત્રીને અડફેટે લીધા હતા.

જેમાં હિતેશભાઇ રામજીભાઇ કલોત્રા, નિરૂબેન નારાયણભાઇ મરીયા, એકતાબેન રામજીભાઇ ખાંભલા તેમજ જાનવીબેન ધવલભાઇ કલોત્રાને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે હિતેશભાઇનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અકસ્માત કરી ડમ્પરચાલક ભાગી છૂટતા તેને ઝડપી પાડવા વધુ તપાસ પીએસઆઈ એસ.એસ.વરૂ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...