કાર્યવાહી:વધુ દૂધ મેળવવા પશુને અપાતા 650 ગેરકાયદે ઇન્જેક્શન સાથે 1 ઝબ્બે

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
એસઓજી પોલીસે દુધાળા પશુને દૂધ વધારવા અપાતા ગેરકાયદે પ્રતિબંધિત ઇન્જેક્શન સાથે 1ને ઝડપ્યો. - Divya Bhaskar
એસઓજી પોલીસે દુધાળા પશુને દૂધ વધારવા અપાતા ગેરકાયદે પ્રતિબંધિત ઇન્જેક્શન સાથે 1ને ઝડપ્યો.
  • SOGએ ઇન્જેક્શનની બોટલ સહિત 44,960નો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગના કુંભારપરામાં પશુઓને વધુ દૂધ મેળવવા માટે ગેરકાયદે ઇન્જેક્શન અંગે બાતમી મળી હતી.આથી એસઓજી પોલીસ ટીમે એક શખ્સને 650 ઇન્જેક્શનની બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. તેની સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં દુધાળા પશુઓને દૂધ વધુ મેળવવા ગેરકાયદે પ્રતિબંધિત ઇન્જેક્શનોનો વેપલો ચાલતો હોવાથી કાર્યવાહી કરવા જિલ્લાપોલીસ વડા હરેશભાઇ દૂધાતે સૂચના આપી હતી. આથી એસઓજી પીઆઇ વી.વી. ત્રિવેદીના માર્ગદર્શનમાં ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

તે દરમિયન ખાનગીરાહે દુધાળા પશુઓને દૂધ વધારવા અપાતા ગેરકાયદે ઇન્જેક્શન અંગે બાતમી મળી હતી. આથી શહેરના કુંભારપરા શેરી નં.1 ભાવીન પ્રોવિઝન સ્ટોરના જયકીશનભાઇ માતમભાઇ પરમારને ત્યાં એસઓજી ટીમે ફૂડ એન્ડ ડ્રગના અધિકારી વી.જી. કથગરાને સાથે રાખી તપાસ હાથ ધરી હતી.

જ્યાં પશુને દૂધ વધારવા માટે અપાતા ગેરકાયદે પ્રતિબંધિત ઇન્જેક્શન મળી આવ્યા હતા. આથી નાની મોટી 650 બોટલ સહિત રૂ.44,960નો મુદામાલ જપ્ત કરી આરોપી સામેસીટી બીડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ કાર્યવાહીમાં એસઓજી ટીમના પ્રવિણભાઇ આલ, રવિભાઇ ભરવાડ, મહિપતસિંહ મકવાણા, હરદેવસિંહ પરમાર, જગદીશભાઇ સભાડ, પરષોતમભાઇ નાકીયા જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...