તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર સામે રોષ:ગણપતિ ફાટક પાસે રહીશોનો 1 કલાક ચક્કાજામ

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
રોષે ભરાઇને રોડ ચક્કાજામ કર્યો હતો. - Divya Bhaskar
રોષે ભરાઇને રોડ ચક્કાજામ કર્યો હતો.
  • ગેટ આગળ વરસાદી પાણી, ખાડા, ફાટકે રોડ ન બનતા રસ્તો બ્લોક કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો
  • વણસેલી પરિસ્થિતિને ધ્યાને લઇને પોલીસ દોડી આવી, સમસ્યા ઉકેલવા તંત્રનં ધ્યાન દોરવાનું કહેતાં મામલો થાળે પડ્યો

વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં ફાટક પાસે રહીશો દ્વારા સોમવારે બપોરે એકાએક રોડ બ્લોક કરીને અંદાજે એક કલાક ચક્કાજામ કરાતા વાહનચાલકો સહિતના લોકોમાં દોડધામ મચી ગઇ હતી. ગણપતિ ફાટકના ગેટ આગળ રસ્તા તેમજ વરસાદી પાણીની મુશ્કેલી તેમજ ફાટક આગળ ખરાબ રસ્તા માટે યોગ્ય કરવાની માંગ કરી હતી. ઘટના સ્થળે પોલીસ ટીમ દોડી આવીને મામલો થાળે પાડ્યો હતો.

વઢવાણ શહેરની ગણપતિ ફટાસર વિસ્તારમાં અંદાજે 25થી વધુ સોસાયટીઓમાં 15000થી વધુ લોકો વસવાટ કરી રહ્યાં છે. પરંતુ આ વિસ્તારમાં પાયાની સુવિધાઓ ન મળતા અને રોડ સહિતના પ્રશ્નો હલ ન થતા રહીશોમાં રોષ ફેલાયો હતો. પરિણામે તા. 12 જુલાઈને સોમવારે ગણપતિ ફાટસરના ગેટ આગળ જ વરસાદી પાણી અને ખરાબ રસ્તાના કારણે ચારથી પાંચ વાહનચાલકો પડી જતા રહિશોએ તંત્ર સામે લાલ આંખ કરી હતી. બપોરના સમયે મહિલાઓ સહિતના રહીશો રસ્તા ઉપર ઉતરી જઇને વઢવાણ ગણપતિ ફાટકના ચારેય તરફના રોડ બ્લોક કરી દીધા હતા.

જેના કારણે નાના મોટા વાહનોની લાંબી લાઈનો લાગી ગઇ હતી. અને વારંવાર તંત્રમાં ફાટક આગળનો ખરાબ રસ્તાઓ તેમજ ગણપતિ ફાટકના ગેટ આગળ જે પરિસ્થિતિ સર્જાઇ છે તેના માટે રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી કોઇ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. જેના કારણે દિવસ રાત વાહનચાલકો સહિતના લોકો વાહનો સાથે પડવાના બનાવો વધી રહ્યાં છે. આ વિસ્તારમાં દર ચોમાસાના સમયે વરસાદી પાણીનો પણ ભરાવો થાય છે જેનો ઉકેલ પણ લાવતા નથી સહિતની મુશકેલીઓનો બળાપો રહીશોએ કાઢતા તંત્રમાં દોડધામ મચી હતી.

શહેરના મુખ્ય માર્ગ પર સર્જાયેલી ઘટનાને કારણે પોલીસ ટીમ દોડી આવી હતી. ત્યારબાદ રહીશોની રજૂઆતો તેમજ આ બાબતે તંત્રમાં ધ્યાન દોરવાનું જણાવતા મામલો થાળે પડયો હતો. બીજી તરફ અંદાજે એક કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અને ત્યારબાદ વાહનો ધીરે ધીરે રવાના થતા વાહનચાલકો અને રાહદારીઓમાં રાહતની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...