નિર્ણય:સુરેન્દ્રનગર ST ડેપોનો 1 ગેટ બંધ કરાયો, લોકો બંને ગેટ પરથી અવરજવર કરતા હોવાથી નિર્ણય લેવાયો

સુરેન્દ્રનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બંને તરફથી પ્રવેશતા લોકોનું સ્ક્રિનિંગ કરવું મુશ્કેલ : તંત્ર

કોરોનાની મહામારી તેમજ લોકડાઉનના લીધે એસટી બસો બંધ હતી.ત્યારે ગુજરાત રાજય માર્ગવાહન વ્યવહાર નિગમના રાજકોટ વિભાગ દ્વારા કોવિડ-19 લોકડાઉન 4.0 દરમિયાન  સુરેન્દ્રનગર જિલ્લામ‍ાં તા.20 મેને બુધવારથી તાલુકાથી તાલુકા અને તાલુકાથી જિલ્લા મથક સુધી એસટી બસો દોડાવવાનુ શરૂ કરાયુ હતુ. સુરેન્દ્રનગર શહેરના એસટી ડેપોમાં મોટી સંખ્યામાં બસો તેમજ મુસાફરોની અવરજવર રહેતી હોવાથી પ્રવેશવાનો તેમજ બહાર જવાના એમ કુલ બે ગેટની સુવિધા હતી. 

મહામારીના સમયમાં એસટીની સુવિધા શરૂ કરાતા કેટલાક લોકો અને વાહનચાલકો બંને ગેટ ઉપરથી આવજા કરતા હોવાથી તંત્રમાં મુશ્કેલી સર્જાઇ હતી. કારણ કે,ડેપોની અંદર દરેક વ્યક્તિને મશીનથી તપાસ કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પરંતુ બંને ગેટ પરથી આવ-જા થતી હોવાથી આ સ્થળેએ માણસો રાખીને ધ્યાને રાખવાનો વારો આવ્યો હતો. આથી આ મહામારીમાં દરેક લોકો પર ધ્યાને રહે તેમજ વ્યવસ્થા જળવાઇ તે માટે એસટી ડેપોને જે ગેટ બહાર જવાનો છે તેને પતરાઓ મારીને બંધ કરી દેવામાં આવ્યો હતો. આ અંગે સુરેન્દ્રનગર એસટી ડેપો મેનેજર સંજયભાઈ ડી. પરમારે જણાવ્યું કે,  બસ ઓછી હોવાથી એક ગેટ પરથી આવ-જા કરે છે.  બિનઅધિકૃત રીતે વાહનો ન પ્રવેશે અને એક જગ્યાએ જ સિક્યુરીટી ગાર્ડ પણ રાખી શકાય તે માટે એસટી બસો ચાલુ થઇ છે ત્યારથી જ બહાર નીકળવાનો અેક ગેટ બંધ કરાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મુસાફરો માટે 156 ટ્રીપો
સુરેન્દ્રનગર, લીંબડી, ચોટીલા અને ધ્રાંગધ્રા ડેપોનું સંચાલન ચાલુ કરવામાં આવ્યુ છે. જેમાં સુરેન્દ્રનગર ડેપોમાં 10 શિડયુલની 60 ટ્રીપ, લીંબડી ડેપોમાં 6 શિડયુલની 36 ટ્રીપ, ચોટીલા ડેપોમાં 4 શિડયુલની 24 ટ્રીપ અને ધ્રાંગધ્રા ડેપોમાં 6 શિડયુલની 36 ટ્રીપમાં સવારના 8 કલાકથી સાંજને 6 કલાક સુધી મુસાફરો માટે બસની સુવિધા કરાયાનું વાય.કે.પટેલે જણાવાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...