ઠંડી વધવાની આગાહી:ઝાલાવાડમાં એક જ દિવસમાં તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અઠવાડિયા સુધી જિલ્લામાં ઠંડી વધવાની આગાહી
  • 3 દિવસમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીએ પહોંચ્યંુ

સુરેન્દ્રનગર જિલ્લામાં ડિસેમ્બર માસની શરૂઆતથી ઠંડી પારો ગગડવાનો શરૂ થયો હતો.જેમાં છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનમાં સતત ઘટાડો થતા 2 ડિગ્રી જેટલો ઘટાડો થયો હતો, જેમાં શનિવારે વધુ એક ડિગ્રી તાપમાન ઘટતાં જિલ્લાનું તાપમાન લઘુતમ 15 અને મહત્તમ 30 ડિગ્રી પહોંચ્યુ છે. આગામી દિવસોમાં તાપમાન ઘટવાની શક્યતા છે.

ગુજરાતમાં હિમાલય તરફથી અવતા ઠંડા પવનો શીયાળાની ઋતુ લઇને આવે છે. ઓક્ટોબરના એન્ડથી ઠંડીની શરૂઆત થતાં નવેમ્બર બાદ ડિસેમ્બર મહિનામાં ઠંડીનો પારો સતત ઘટી રહ્યો છે, જે ડિસેમ્બરના 9 દિવસમાં ઠંડીનું પ્રમાણ સતત ઘટતા લઘુતમ તાપમાન 17થી 16 ડિગ્રી સુધી પહોંચ્યું છે ત્યારે આ ઠંડીમાં શનિવારે પણ ઉમેરો થયો હતો. જિલ્લામાં શનિવારે લઘુતમ તાપમાન 15 અને મહત્તમ 31 ડિગ્રી નોંધાયું હતંુ. આમ 1 દિવસમાં ઠંડીનો પારો 1 ડિગ્રી ઘટ્યો છે. આગામી દિવસોમાં હજુ પણ ડિસેમ્બર મહિનામાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે.

જિલ્લામાં તા.11થી 15 સુધી હવામાન વિભાગે વાદળછાયુ વાતાવરણ અને ક્યાંકક્યાંક છુટાછવાયા વરસાદની આગાહી કરી છે.ત્યારે આગામી એક સપ્તાહ સુધી હવામાનની ગતીવીધી પર નજર કરીએ તો. તાપમાનનનો પારો લધુત્તમ 14 ડિગ્રી સુધી ઘટવાની અને મહત્તમ 31 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે. રવિવારથી શનિવાર સુધી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હવામાં ભેજનું પ્રમાણ 45થી 55 ટકા સુધી રહેવાની આગાહી કરાઈ છે.

છેલ્લા 5 દિવસનું તાપમાન

તારીખમહત્તમલઘુત્તમ
61531
71730.7
81631
91631
101530
અન્ય સમાચારો પણ છે...