સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચાલુ વાહને ચોરી તથા લૂંટના બનાવો અવારનવાર બનતા હોય છે. ત્યારે લીંબડી-અમદાવાદ હાઈવે પરથી ચાલુ આઈશરમાંથી ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં ચાલુ આઈશરમાંથી રૂ.1.07 કરોડના માલ સામાનની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. જેમાં આઈશર ચાલકે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રિલે પ્રા.લિ. કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા રાજેન્દ્રસિંહ દિલીપસિંહ ચાવડા (રહે- બી-34, પ્રગતિ પાર્ક સોસાયટી, ધીરજ હાઉસિંગ પાછળ, મણિનગર)એ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે, કંપનીના સનાથલ ખાતે આવેલા ગોડાઉનમાં નાઈટ ઈન્ચાર્જ રાકેશભાઈ કૃષ્ણવદનભાઈ પરીખનો ફોન આવ્યો હતો કે, આપણી આઈશર ગાડી લીંબડી પહેલા કે લીંબડીથી આગળ તે ખબર નથી. જેથી આઈશરના ડ્રાઈવર હબીબભાઈ રહીમભાઈ બેલીમને ફોન કરીને તપાસ કરતાં જાણવા મળ્યું હતું.
લીંબડીથી રાજકોટ બાજુ બોડીયા ગામ નજીક બે અજાણ્યા શખ્સો મોટરસાઇકલ પર આવીને ચાલુ આઈસરમાંથી પાછળનું લોક તથા સીલ તોડીને આઈસરમાં મૂકેલા પૂંઠાના બોક્ષ નંગ 719 પૈકી બોક્સની અંદર રહેલ ટાટા સ્કાયનો સામાન રૂપિયા 20 હજાર, હેડફોન તથા પાવરબેક રૂપિયા 23 હજાર, ઓટોમોબાઈલ કે જેમાં પોલીસના નાના આટકલ રૂપિયા 50 હજાર, લેપટોપ રૂપિયા 96 હજાર તેમજ અલગ-અલગ કંપનીના અલગ મોડલના મોબાઈલ નંગ 259 જેની કુલ કિંમત રૂપિયા 91,16,563 તથા પ્રિન્ટિંગના રોલ રૂપિયા 28 હજાર, ઘડિયાળ રૂપિયા 2,27, 385, ટેબ્લેટ 12 લાખ, એમ અલગ અલગ ચીજવસ્તુઓ મળીને કુલ રૂ. 1,07,17,133ના મુદ્દામાલની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.