કાર્યવાહી:લખતર, ધ્રાંગધ્રા,લીંબડી વિસ્તારોમાં ખનીજ દરોડામાં 1 કરોડનો મુદ્દામાલ સીઝ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્લેટ્રેપ, સાદીરેતી સાથે 5 ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં ઓવરલોડ તેમજ ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિને ધ્યાને લઇને ખનીજ તંત્ર દ્વારા ચેકિંગ સાથેની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં લખતર, ધ્રાંગધ્રા,લીંબડી વિસ્તારોમાં ખનીજ દરોડા કરાયા હતા. જેમાં 5 ડમ્પરો, બ્લેકટ્રેપ, સાદીરેતી સહિત રૂ. 1 કરોડનો મુદ્દામાલ સીઝ કરાતા ખનીજચોરોમાં દોડધામ મચી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે દિવસે જુદા જુદા સ્થળોએથી રેતી,પથ્થર સહિતની ખનીજ ચોરી તેમજ ઓવરલોડ ભરીને તેની વહન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે ખાણ ખનીજ વિભાગની કચેરીના અધિકારી એ.બી.ઓઝાની સૂચનાથી જુદી જુદી ટીમો બનાવીને લખતર, ધ્રાંગધ્રા, લીંબડી સહિતના વિસ્તારોના સ્થળોએ દરોડા સાથે ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં સાદી રેતી, બ્લેકટ્રેપ સહિત ખનીજ ભરેલા 5 ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ કાર્યવાહીમાં વાહનો, ખનીજનો જથ્થો સહિત અંદાજે કુલ રૂ.1 કરોડનો મુદામાલ સીઝ કરીને જે તે પોલીસ મથકના હવાલે કરી દંડકીય કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં સંજયસિંહ મસાણી, ઇન્દ્રજીતસિંહ ઝાલા, દેવરાજભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો. આમ જિલ્લાના જુદા જુદા સ્થળોએ ગેરકાયદેસર ચાલતી ખનીજ અંગે ચેકિંગ કરાતા ખનીજચોરોમાં ફફાડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...