બસ સ્ટેશનની કામગીરી:સુરેન્દ્રનગર ST ડેપોનો 1 બંધ ગેટ ચાલુ કરાયો ને ચાલુ ગેટ બંધ કરાયો

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર એસટી ડેપોને જે બીજો ગેટ ખુલ્લો હતો તેને પતરાની આડશ સાથે બંધ કરાયો હતો. - Divya Bhaskar
સુરેન્દ્રનગર એસટી ડેપોને જે બીજો ગેટ ખુલ્લો હતો તેને પતરાની આડશ સાથે બંધ કરાયો હતો.
  • રસ્તો બનાવવાનો હોવાથી ગેટ અંદાજે 20 દિવસ બંધ રહેશે
  • ​​​​​​​ભીડ ન થાય અને બિનઅધિકૃત વાહનો ન પ્રવેશે તે માટે 1 જ ગેટ પર બસોની અવરજવર શરૂ કરવામાં આવી હતી

કોરોના તેમજ લોકડાઉનના લીધે એસટી બસો બંધ હતી. ત્યારે રાજય માર્ગવાહન વ્યવહાર નિગમના રાજકોટ વિભાગ દ્વારા કોવિડ-19 લોકડાઉન 4.0 દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં 20 મે-2020 બુધવારથી તાલુકાથી તાલુકા અને તાલુકાથી જિલ્લા મથક સુધી એસટી બસો દોડાવવાનુ શરૂ કરાયું હતું. સુરેન્દ્રનગર શહેરના એસટી ડેપોમાં મોટી સંખ્યામાં બસો તેમજ મુસાફરોની અવરજવર રહેતી હોવાથી પ્રવેશવાનો તેમજ બહાર જવાના એમ કુલ 2 ગેટની સુવિધા હતી.

પરંતુ મહામારીના સમયમાં એસટીની સુવિધા શરૂ કરાતા કેટલાક લોકો અને વાહનચાલકો બંને ગેટ ઉપરથી આવજા કરતા હોવાથી તંત્રમાં મુશ્કેલી સર્જાઇ હતી. કારણ કે, ડેપોની અંદર દરેક વ્યક્તિને મશીનથી તપાસ કરીને પ્રવેશ અપાયો છે. પરંતુ બંને ગેટ પરથી આવ-જા થતી હોવાથી આ સ્થળેએ માણસો રાખીને ધ્યાને રાખવાનો વારો આવ્યો હતો. આથી દરેક લોકો પર ધ્યાને રહે તેમજ વ્યવસ્થા જળવાઇ તે માટે એસટી ડેપોને જે ગેટ બહાર જવાનો છે તેને પતરાઓ મારીને તા. 28મે-2020ને ગુરૂવારે બંધ કરી દેવામાં આવ્યો હતો.

બીજી તરફ નવા બસ સ્ટેશનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે 19 માસ એટલે કે પોણા 2 વર્ષ બાદ આ બંધ ગેટના રસ્તા પર આરસીસી રોડ બની જતા તેને તા. 3 જાન્યુઆરી-2022ને સોમવારે ચાલુ કરાયો હતો. જ્યારે જે બીજો ગેટ આવન-જાવન માટે ખૂલ્લો હતો તેણે હાલ પતરાઓની આડસ આપીને બંધ કરી નખાયો હતો.

આ અંગે સુરેન્દ્રનગર એસટી ડેપો મેનેજર સંજયભાઈ ડી. પરમારે જણાવ્યું કે, બે ગેટમાંથી જે બંધ હતો તે પ્રવેશ દ્વાર પર આરસીસી રોડ બની જવાથી તેને ચાલુ કરી દેવાયો છે. જ્યારે બીજો ગેટ જે ચાલુ હતો ત્યાં હાલ આરસીસી રોડની કામગીરી ચાલુ હોવાથી અંદાજે 20 દિવસ સુધી બંધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...