તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:દેવપરા(નવાગામ) ગામેથી પોષડોડવા સાથે 1 ઝડપાયો, 48 કિલો પોષ ડોડવા સહિત 1,46,100નો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ટીમ મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોવા દરમિયાન પોષડોડવા અંગે બાતમી મળી હતી. આથી ચોટીલાના દેવપરા(નવાગામ)માં દરોડો કરી રહેણાંક મકાનમાંથી 48 કિલોથી વધુ પોષ ડોડવા સહિત 1,46 લાખના મુદ્દામાલ સાથે એક શખસને ઝડપી પાડ્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી નશાયુક્ત ગેરકાયદે પ્રવૃતિઓને નેસ્તો નાબૂદ કરવા કાર્યવાહી માટે જિલ્લા પોલીસવડાએ સૂચના આપી હતી. આથી એસઓજી પોલીસ ટીમે પેટ્રોલિંગ કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવા દરમિયાન પોષડોડવા અંગે બાતમી મળી હતી. આથી ચોટીલા તાલુકાના દેવપરા(નવાગામ)માં રહેણાંક મકાનમાં દરોડો કર્યો હતો. જ્યાંથી 48 કિલો 700 ગ્રામ પોષડોડવા કિંમત રૂ.1,46,100 સાથે જાદવભાઇ રાયાભાઇ મેણિયાને ઝબ્બે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પીઆઇ બી.એમ.રાણા, એએસઆઇ ધનશ્યામભાઇ મસીયાવા, મગનલાલ રાઠોડ, રવીભાઇ ભરવાડ, પ્રવિણભાઇ આલ સહિત એસઓજી ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...