ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈ-વે પર હરીપર પાસે તાલુકા પોલીસ દ્વારા બાતમીના આઘારે રૂ. 42 લાખના વિદેશી દારૂની 10332 બોટલ ભરેલા ટ્રકને પીછો કરીને 1 આરોપીને પકડી લીધો હતો. પોલીસે દારૂ, ટ્રક સહિત રૂ.52 લાખનો મુદામાલ ઝડપ્યો હતો. ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાં લઈ જવાનો હતો તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
ડીએસપી હરીશ દૂધાત અને ડીવાયએસપી જે.ડી. પુરોહિત દ્વારા દારૂ-જુગારની પ્રવૃતીઓ સામે કડક કાર્યવાહી કરવની સૂચનાને લઈને એએસપી શીવીમ વર્મા, પીઆઈ ટી.બી.હીરાણીના માર્ગદર્શન નીચે કાર્યવાહી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા શરૂ કરાઈ હતી. ત્યારે તાલુકા પોલીસના અજયસિંહને બાતમી મળતા ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર તાલુકા પોલીસના વીરપાલસિંહ, ભરતભાઈ, માગીલાલ, વિજયસિંહ, પ્રતાપસિંહ, ભરતસિંહ, મુલરાજસિંહ સુરેશભાઈ સહિતની 1 ટીમ બનાવી હાઈવે પર વોચ ગોઠવી હતી.
શંકાસ્પદ હાલતમાં ટ્રક પસાર થતા પોલીસ દ્વારા ટ્રક ઉભો રાખવાનો પ્રયત્ન કરતા ટ્રકચાલક દ્વારા ટ્રક ભગાડતા પોલીસ દ્વારા પીછો કરી આગળ પેટ્રોલીંગ કરી રહેલી ટીમને જાણ કરતા રસ્તો બંધ કરી દીધો હતો. આથી ટ્રક મુકી ટ્રકચાલક ભાગવા જતાં પોલીસ દોટ મૂકી ઝડપી લીધો હતો. ટ્રકની તલાસી લેતા ટ્રકમાંથી જુદીજુદી જુદી બ્રાન્ડની રૂ. 42,62,700ની કિંમતની વિદેશી દારૂની 10332 બોટલો મળી આવી હતી.
આ બનાવમાં દારૂ અને રૂ. 10,00,000ની કિંમતનો ટ્રક સહિત રૂ. 52,62,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દારૂ અને ટ્રક સાથે ઝડપાયેલા ઓમદરામ તોલારામ જાટની પુછપરછ હાથ ધરવામાં આવી અને દારૂનો જથ્થો કોણે મંગાવેલો હોય તેની તાલુકા પીઆઈ ટી.બી.હીરાણી તપાસ કરી રહ્યા છે. પોલીસને દારૂને ઉતારી તેની ગણતરી કરી મુદામાલ હિસાબ કરી મુકવામાં આખી રાત લાગી હતી.
કંતાનની પાછળ ભૂસુ ભરી દારૂ સંતાડ્યો હતો
પોલીસથી બચવા ટ્રકમાં દારૂના જથ્થાને સંતાડવામાં ટ્રકમાં ભૂસુ ભરી ઉપર કંતાન અને તાડપતરી બાંધી હતી. પોલીસ કોન્સ્ટેબલને પૂરી બાતમી હોવાથી તાડપતરી, કંતાન, ભૂસુ હટાવી અંદર તલાસી લેતા દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોકી ઊઠી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.