તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સાયલામાં હોટેલમાંથી 3.5 કિલો પોષ ડોડવા સાથે 1 ઝડપાયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુભાષચંદ્ર - Divya Bhaskar
સુભાષચંદ્ર
  • SOG ટીમે 10,500નો મુદ્દામાલ જપ્ત કર્યો

સાયલા હાઇવે પરની હોટેલમાં પોષ ડોડવા અંગે એસઓજી ટીમને માહિતી મળી હતી. આથી દરોડો કરી તપાસ કરતા 3.5 કિલો પોષ ડોડવા મળી આવ્યા હતા. આથી રૂ.10,500ના મુદામાલ સાથે એક શખસને ઝડપી પાડ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાંથી નશાયુક્ત ગેરકાયદે પ્રવૃત્તિઓને નાબૂદ કરવા અને તેનું વેચાણ કરતા શખસો ઝડપી પાડવા સૂચના આપી હતી. આથી એસઓજી ટીમે પેટ્રોલિંગ કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં સાયલા હાઇવે પર હોટલમાં પોષ ડોડવા અંગે બાતમી મળી હતી. આથી એસઓજી ટીમે રાજકોટ અમદાવાદ હાઇવે સાયલા ફુલગ્રામ વચ્ચે રામદેવ સમરાથળ હાઇવે હોટેલમાં દરોડો કર્યો હતો. જ્યાં તપાસમાં 3 કિલો 500 ગ્રામ પોષ ડોડવા કિંમત રૂ.10,500 મળી આવ્યા હતા. મૂળ રાજસ્થાનના જોધપુરના ફલોદી તાલુકાના રણીસર ગામના અને હાલ રામદેવસ મરાથળ હોટેલ સાયલા હાઇવે પર રહેતા સુભાષચંદ્ર ભંવરલાલ ઝાંગુને ઝડપ્યો હતો.

તેની સામે સાયલા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં એસઓજી પીઆઇ બી.એમ.રાણા, એએસઆઇ દાજીરાજસિંહ રાઠોડ, રવિભાઇ ભરવાડ, ડાયાલાલ પટેલ, મહિપતસિંહ મકવાણા, હરદેવસિંહ પરમાર સહિત એસઓજીટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...