તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગઠિયો ઝડપાયો:હળવદમાં દાગીના ધોવાના બહાને સોનું તફડાવતા 1 ઝડપાયો, એક નાસી છૂટયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદમાં દાગીના ધોવાના બહાને સોનું તફડાવતા 1 ઝડપાયો, એક નાસી છૂટયા - Divya Bhaskar
હળવદમાં દાગીના ધોવાના બહાને સોનું તફડાવતા 1 ઝડપાયો, એક નાસી છૂટયા
  • હળવદ તાલુકાના રણમલપુર ગામનો બનાવ, ગ્રામજનોની જાગૃતતાથી ગઠિયો ઝબ્બે

હળવદ શહેર અને આસપાસના ગામોમાં સોના ચાંદીના દાગીના ધોઈને ચોખા ચણાક કરી દેવાના બહાને સોનાના દાગીના ઉપરથી સોનુ ઉતારી દેવાનો બનાવ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના રણમલપુર ગામે બન્યો હતો. જોકે, ગ્રામજનોની સતર્કતા એક ગઠિયો દબોચી લઈ પોલીસ હવાલે કરવામાં આવ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, રણમલપુર ગામના અમૃતભાઈ ઝલાભાઈ પટેલના ઘરે જઈને બે બિહારી શખ્સોઓ તમારા તાંબાના વાસણ ધોઈ આપીએ કહીને ઘર આવી પહોંચીયા હતા. ત્યારે મહિલાએ તાંબાના અને પિત્તળના વાસણા આપીને બિહારી યુવાનને કેમિકલ દવા લગાવીને વાસણા ચોખ્ખા ચણાક કરી દીધા હતા.

મહિલાઓ લાલચમાં આવી જતા ત્યારબાદ સોના અને ચાંદીના દાગીના ચોખ્ખા ચણાક કરી આપવાનું કહેતા મહિલાઓ વિશ્વાસમાં આવી જતા બે બિહારી યુવાન બે તોલાની સોનાની ચેઈન પર કેમિકલ પાણી દવા લગાવી સોનાની ચેન એક તોલા કરીને સોનુ ઉતારી લેવાનો પ્રયાસ કરતા ગામ લોકો દોડી આવ્યા હતા અને એક શખ્સને ગામ લોકોએ ઝડપી પાડયો હતો. જ્યારે મોકાનો લાભ લઇ એક શખ્સ નાસી છુટ્યો હતો. બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગામલોકોની મદદથી બિહારી યુવાનને ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...