તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે કોરોનાનો 1 કેસ, 4 રિકવર, જિલ્લામાં કોરોનાનો કુલઆંક 3435 પહોંચ્યો

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • જિલ્લામાં 208 કર્મીએ કોરોનાની રસી લીધી

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસ ફેબ્રુઆરી માસના 3 દિવસ ન દેખાયા બાદ છેલ્લા 2 દિવસથી 1 કેસ સામે આવે છે. શુક્રવારે જિલ્લામાં કોરોનાનો 1 કેસ નોંધાયો હતો. જયારે 4 દર્દીઓ રીકવર થયા હતા. જયારે જિલ્લામાં 9 સ્થળે હાથ ધરાયેલા વેકસિનેશન પ્રોગ્રામમાં 208 કર્મીઓએ કોરોનાની રસી લીધી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થતો જાય છે. જેના કારણે તંત્ર અને લોકોમાં રાહત થઈ છે. ફેબ્રુઆરી માસના પ્રથમ 3 દિવસ જિલ્લામાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો ન હતો.

જ્યારે તા. 4ના રોજ કોરોનાએ 1 કેસથી ખાતુ ખોલાવ્યા બાદ તા. 5ને શુક્રવારે પણ જિલ્લામાં કોરોનાનો 1 કેસ નોંધાયો છે. શુક્રવારના 1 કેસ સાથે જિલ્લાનું કોરોના મીટર 3435 પર પહોંચ્યુ છે. આ ઉપરાંત જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા વધુ 4 દર્દીઓ રિકવર થયા હતા. જેથી હાલ જિલ્લાના કોરોનામુકત દર્દીઓની સંખ્યા વધીને 3177 થઇ ગઈ છે.

જ્યારે જિલ્લામાં સતત 16મા દિવસે કોરોનાથી એક પણ મોત થયુ નથી. જે એક સારી બાબત છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 16 જાન્યુઆરીથી વેકસીનેશન પ્રોગ્રામ હાથ ધરાયો છે. જેમાં તા. 5 ને શુક્રવારે 9 સ્થળે પ્રાથમિક રીતે હેલ્થ કર્મીઓ, પોલીસ, પાલીકા, પ્રાંત અને મામલતદાર કચેરીના સ્ટાફ સહિત 208 કર્મચારીઓએ કોરોનાની રસી મુકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો