કોરોના સંક્રમણ:જિલ્લામાં શનિવારે કોરોનાનો 1 કેસ અને 1 દર્દી સાજો થયો

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુલ 236 કેસમાંથી 231 લોકો સાજા થતા 5 એક્ટિવ કેસ

સુરેન્દ્રનગર જિલ્લામાં 2 દિવસ બાદ શનિવારે 1 કોરોનાનો કેસ ધ્યાને આવ્યો હતો. જિલ્લામાંથી આ દિવસ 1 દર્દી સાજો થતા કુલ 236માંથી 231 લોકો સાજા થતા 5 એક્ટિવ કેસ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરૂ-શુક્ર એમ 2 દિવસ કોરોના કેસમાં રાહત હતી. ત્યારે 10 સપ્ટેમ્બરે શનિવારે આરટીપીસીઆરના-490 અને એન્ટિજનના-55 સહિત કુલ 545 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી થાન શહેરી વિસ્તારમાં 1 કોરોના કેસ નોંધાયો હતો. આ દિવસે 1 દર્દી સાજો થતા જિલ્લામાં કુલ 236માંથી 231 લોકો સાજા થતા 5 એક્ટિવ કેસ રહ્યા હતા.

જ્યારે શનિવારે જિલ્લામાં 60 કેન્દ્ર પર 13,512 લોકોએ કોરોનાની રસી મુકાવી હતી. જેના કારણે અત્યાર સુધીમાં કુલ 36,04,886 લોકોનુ રસીકરણ થયું હતું. જેમાં પ્રથમ 14,81,522 અને 15,96,849 લોકોએ બીજો ડોઝ તેમજ 5,23,515 લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો.

જ્યારે 15થી 17 વર્ષના 2,38,075, 18થી 44 વર્ષની વયના 17,96,599 અને 45થી 60ની ઉંમરના 6,26,396 તેમજ 60થી ઉપરની વયના 4,51,812 લોકોએ રસી લીધી હતી. સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલ દ્વારા વઢવાણમાં આવેલી અમેરિકન કંપની એસ.એસ.વ્હાઇટના મેનેજમેન્ટ સ્ટાફ અને કર્મચારીઓ સહિત અંદાજે 200 વ્યક્તિઓને વેક્સિનનો ત્રીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...