તપાસ:સુરેન્દ્રનગર જિલ્લામાં 15 દિવસ બાદ 1 કેસ મુંબઇથી આવેલો યુવાન પોઝિટિવ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોમવારે 6324 લોકોએ રસી લીધી, કુલ 23.81 લાખનું રસીકરણ

સુરેન્દ્રનગર જિલ્લામાં 15 દિવસ બાદ ફરી કોરોનાએ દેખા દેતા મુંબઇથી આવેલા સુરેન્દ્રનગરના પુરૂષને કોરોના પોઝિટીવ કેસ આવ્યો હતો. જ્યારે સોમવારે 65 કેન્દ્રો પર 6324 લોકોએ રસી લેતા જિલ્લામાં કુલ 23.81 લાખ લોકોનું રસીકરણ થયુ હતુ. કુલ રસીકરણમાં જિલ્લાના 12.06 લાખ પ્રથમ અને 11.75 લાખ બીજો ડોઝ લોકોએ લીધો હતો.

11 નવેમ્બરે ધ્રાંગધ્રાની એક વૃદ્ધાને કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો. જેના બીજા જ દિવસે એટલે તા. 12 નવેમ્બરે વૃદ્ધાના પતિ પણ કોરોના પોઝિટિવ બન્યા હતા. ત્યારબાદ તા. 12 નવેમ્બરથી લઇને અંદાજે 18 દિવસો સુધી એકપણ કોરોના કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ફરી પાછો તા. 5 ડિસેમ્બરના રોજ લીંબડીમાં કોરોના પોઝિટીવ કેસ આવ્યો હતો. સુરેન્દ્રનગર જીનતાન રોડ પર રહેતા એક પુરૂષ મુંબઇથી આવ્યા હતા. જેના પગલે આરોગ્યની ટીમ દ્વારા તેમની તપાસ કરવામાં આવતા કોરોના પોઝિટિવ કેસ ધ્યાને આવ્યો હતો. બીજી તરફ જિલ્લામાં 20 ડિસેમ્બરે 1990 પ્રથમ અને 4331 બીજા ડોઝ સાથે 65 કેન્દ્રો પર 6324 લોકોએ રસી મૂકાવી હતી. જેના કારણે 12,06,320 પ્રથમ અને 11,75,411 બીજા ડોઝ સાથે કુલ 23,81,731 લોકોનું રસીકરણ થયું હતું.

સોમવારનું રસીકરણ
સમયપ્રથમબીજો18-4445-6060+કુલ
9260232126
103162874293
11232791887341302
1232656666114388892
151593510842621041450
229558562515798880
38954261115961831
446871876165761117
52193414369232560
61313012556146
7720203424
અન્ય સમાચારો પણ છે...