તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વગડીયા પાસે ટ્રેક્ટર અને સ્કૂટર વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત

મૂળી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂળી તરફ જતા પલાસાના શખ્સોને અકસ્માત નડ્યો

મૂળી થાન રોડ પર પલાસાના બે યુવાનો સ્કુટર લઇ જઇ રહ્યા હતા ત્યારે સામેથી આવતા ટ્રેક્ટર સાથે અકસ્માત થતાં એકનું મોત નિપજ્યુ હતુ જયારે એક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

અન્ય એક ઇજાગ્રસ્ત યુવકને 108 મારફતે થાન ખસેડાયો
મૂળીનાં પલાસા ગામનાં દિપકભાઇ રમેશભાઇ દેવીપુજક અને અજુભાઇ મનસુખભાઇ કાંજીયા સાંજનાં સમયે સ્કુટર લઇ વગડીયાથી મૂળી તરફ જઇ રહ્યા હતા ત્યારે ખાખરાળા ફાટક પાસે પહોંચતા સામેથી આવતા ટ્રેક્ટર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં દિપકભાઇ દેવીપુજકનું સ્થળ પરજ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ જયારે અજુભાઇ કાંજીયાને ઇજાઓ પહોંચતા થાન ૧૦૮નાં ઈ એમ ટી હરેશભાઇ ચૌહાણ અને પાયલોટ ચંદ્રસેન શ્રેષ્ઠ દ્રારા પ્રાથમિક સારવાર આપી થાન લઇ જવાય હતા જયારે પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...