હત્યા:કુકડામાં પ્રેમ સબંધમાં કરેલા હુમલામાં મહિલાનું મોત: 9 શખસ સામે હત્યાનો ગુનો નોંધાયો

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૂળીનાં કુકડા ગામે મહિલાનું મોત નિપજ્યુ હતુ. - Divya Bhaskar
મૂળીનાં કુકડા ગામે મહિલાનું મોત નિપજ્યુ હતુ.
  • હુમલામાં ઘરમાં આગ લગાવી 2 બાઇક, ઘરવખરી સહિતનો સામાન બળીને રાખ
  • યુવક-યુવતીએ લવમેરેજ કરતાં મનદ:ુખ રાખી હુમલો કરાયો, પોલીસે 3 શખસને ઝડપ્યા

મૂળીનાં કુકડા ગામે થોડા દિવસ પહેલા જ એકજ કોમનાં યુવક યુવતિએ ભાગી લવ મેરેજ કરી લેતા રવિવારે દિકરીનાં પરિવારનાં નવ શખ્સોએ લાકડી ધારીયા છોરીયા જેવા હથિયારો વતે હુમલો કરી ત્રણ લોકોને ઇજા પહોંચાડી મકાનમાં આગ લગાવી બે બાઇક સહિત ધરનો સામાન બળી ગયો હતો અને મહિલાને ગંભિર ઇજા પહોંચતા સારવાર દરમિયાન મહિલાનું મોત થતા ગુનો હત્યામાં પરિણમ્યો હતો.

મૂળીનાં કુકડા ગામે રવિવારે વહેલી સવારે એકજ કોમનાં બે પરિવાર વચ્ચે મારામારી સર્જાઇ હતી. જેમાં મકાનમાં આગ લગાડવા સહિતનો બનાવ સામે આવતા સમગ્ર ગામમાં તંગ ભર્યુ વાતાવરણ બની જવા પામ્યુ હતુ. મૂળીનાં કુકડા ગામે રહેતા અમિતભાઇ સવજીભાઇ સાકરીયાનાં નાના ભાઇ મોહનભાઇને બાજુમાં રહેતા મનસુખભાઇ ધાધરેટીયાની પુત્રી કિંજલ સાથે પંદર દિવસ પહેલા પહેલા ભાગી લવમેરેજ કરેલ હોવાથી તે બાબતનું દુ:ખ રાખી તેમની જ કોમનાં રાયસંગભાઇ ચતુરભાઇ ધાધરેટીયા,ચંદુભાઇ ચતુરભાઇ, મનુસુખભાઇ ચતુરભાઇ મેરૂભાઇ માવજીભાઇ ધાધરેટીયા, અરવિંદભાઇ મેરૂભાઇ, મધુબેન રાયમલભાઇ,જમનાબેન ચંદુભાઇ, બબુબેન મનસુખભાઇ સહિતાનાંએ ગેરકાયદે મંડળી રચી ધારીયા લાકડી છોરીયા જેવા હથિયારો લઇ અમિતભાઇનાં પરિવાર પર તુટી પડ્યા હતા જેમાં અમૃતાબેન સવજીભાઇ સાકરીયાને માથાનાં ભાગે અમિતભાઇને માથામાં તેમજ દિવાળીબેન ભીખાભાઇ સાકરીયાને હાથનાં ભાગે ઇજાઓ પહોંચાડી મકાનમાં આગ લગાવી દિધી હતી જેથી આગમાં બે બાઇક કડબ સહિત ઘર વખરીનો સામાન બળીને ખાક થઇ ગયો હતો અને નવ શખ્સો સામે ગુનો નોંધાયો હતો જેમાં ત્રણ વ્યકિતને પોલીસે ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડ્યા હતા. ત્યારે અમૃતાબેન ગંભિર હાલતમાં સુરેન્દ્રનગર સી યુ શાહ મેડીકલ હોસ્પીટલ ખાતે સારવાર લઇ રહ્યા હતા જેમાં સોમવારે મોડી સાંજે સારવાર દરમિયાન અમૃતાબેનનું મોત નિપજતા ગુનો હત્યામાં પરિણમ્યો હતો. પોલીસે લાશનો કબજો લઇ પી.એમ સહિતની કાર્યવાહી આરંભી હતી. કેસની વધુ તપાસ એસ એસ વરૂ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...