લમ્પી વાયરસ:મૂળીના ભવાનીગઢ ગામે લમ્પીના લીધે પશુનાં મોત બાદ પશુ ડોક્ટર પહોંચ્યા

મૂળી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મૂળી તાલુકાનાં ભવાનીગઢ ગામે છેલ્લા ચારેક દિવસથી 30થી વધુ ગાયોમાં લમ્પી નામનો રોગ દેખાયા બાદ 10 જેટલી ગાયોનાં મોત થતા પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે મંગળવારે પશુ ડોક્ટરની ભવાનીગઢ ગામે પહોંચી માત્ર પશુની સારવાર કરA હતી જેથી પશુપાલકોમાં રસીકરણ કરાય તેવી માગ કરાઇ હતી.

ઝાલાવાડમાં છેલ્લા કેટલાકથી દિવસોથી પશુઓમાં લમ્પી નામનાં વાઈરસે અનેક પશુઓનાં ભોગ લીધા છે ત્યારે મૂળી તાલુકાનાં ભવાનીગઢ ગામે છેલ્લા ચાર પાંચ દિવસથી 30થી વધુ ગાયમાં લમ્પી નામનો રોગ દેખાયા બાદ દશ જેટલી ગાયનાં મોત થતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો હતો અને તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલા ભરવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા હતાં.

મંગળવારે પશુ ડોક્ટરની ટીમ ભવાનીગઢ ગામે સરવે સહિત અસર ગ્રસ્ત પશુઓને સારવાર કરાઇ હતી પરંતુ રસિકરણ ન કરવામાં આવતા પશુપાલકોમાં નારાજગી વ્યાપી જવા પામી હતી. તંત્ર દ્વારા સમગ્ર ગામ અને આસપાસમાં રસીકરણ કરવામાં આવે તેવી માગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...