તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મૂળીના સ્વામિનારાયણ મંદિરે દર વર્ષે વસંત પંચમીએ વસંતનાં વધામણા કરતો ભવ્ય ઉત્સવ ઉજવાય છે. પરંતુ ત્યારે આ વર્ષે કોરોના મહામારીનાં કારણે લોકહીતમાં આ મહોત્સવ મોકુફ રખાયો છે .જ્યારે પરંપરાની જાળવણી માટે સ્થાનિક સંતોની હાજરીમાં સાદગીથી ઉજવણી કરાશે.
મૂળી તાલુકામાં શ્રીહરીએ ગામો ગામ વિચરણ કરીને અનેક ગામો પ્રસાદિનાં કર્યા છે અને શ્રીહરી ખુદ રાધાકૃષ્ણદેવનુ શિખરબંધ મંદિર બ્રહ્માનંદ સ્વામીને આદેશ કરી બનાવ્યુ છે. જેથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં મૂળીધામનું અનેરૂ મહત્વ છે અને રોજ હજારો લોકો દર્શન માટે પધારે છે. અંદાજે 198 વર્ષ પહેલા વસંત પંચમીના રોજ ખુદ શ્રીહરીએ અહીં વસંતો પંચમી મહોત્સવ ઉજવ્યો હોવાથી વર્ષોથી લાખોની મેદની વચ્ચે વસંતપંચમી મહોત્સવ ઉજવવામાં આવે છે. અને સંપ્રદાયમાં વસંતપંચમની સમૈયાનુ અનેરૂ મહાત્મ્ય છે.
આ વર્ષે કોરોના મહામારીનાં કારણે આગામી 16 ફેબ્રુઆરીનાં રોજ યોજાનાર વસંતપંચમી મહોત્સવ બંધ રાખવાનો નિર્ણય કરાતા વર્ષો જુની રંગછાંટણાની લાખોની મેદની વચ્ચેની પરંપરા તુટશે.આ અંગે મંદિરનાં મહંત શાસ્ત્રી હરીપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યુ હતુ કે આ વખતે કોરોના માહામારીનાં કારણે લોકો ભેગા ન કરવાની સરકારની ગાઇડલાઇનથી વિશાળ જનમેદની વચ્ચે ઉજવાતો વસંતપંચમી મહોત્સવ મોકુફ રખાયો છે. પરંતુ પરંપરા અકંબધ રહે તે માટે સ્થાનિક સંતોની હાજરીમાં સાદગીથી ઉજવણી કરાશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.