શ્રદ્ધાંજલી:કોરોનાને કારણે અક્ષરવાસી થયેલા સંતને શ્રદ્ધાંજલી અપાઇ

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૂળી સ્વામિનારાયણ મંદિરે શ્રદ્ધઆંજલી સભા યોજાઇ હતી. - Divya Bhaskar
મૂળી સ્વામિનારાયણ મંદિરે શ્રદ્ધઆંજલી સભા યોજાઇ હતી.
  • પુરષોતમ સ્વામીએ 17 વર્ષની ઉમરે દિક્ષા લઇ અનેક સારા કાર્યો કર્યા
  • સમગ્ર ગુજરાતમાંથી​​​​​​​ સંતો અને સેવકો ઉપસ્થિતિ રહ્યા

મૂળી તાબા નીચે આવતા રતનપર સ્વામિનારાયણ મંદિરનાં મહંત કોરોના કાળ દરમિયાન અક્ષર નિવાસી થયા હતા.આથી રવિવારે મૂળી સ્વામિનારાયણ મંદિર ખાતે તેમની શ્રધ્ધાંજસભા યોજાઇ હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી સંતો મહંતો અને શિષ્યો હાજર રહી શ્રધ્ધાંજલી પાઠવી હતી.

શાંતિ પામડે તેને સંત કહીએ આ ઉક્તિને હંમેશા સાચી ઠેરવનાર અને વર્ષો પહેલા સરામાં જન્મેલ અને માત્ર સતર વર્ષની ઉમરે સાધુની દિક્ષા લેનાર રતનપર સ્વામિનારાયણ મંદિરનાં મહંત શાસ્ત્રી પુરષોતમસ્વામી એપ્રિલમાસમાં કોરોનાંમાં અક્ષરવાસી થયા છે. જેથી સંતો અને શિષ્યો દ્વારા અખંડધુન સાથે શ્રધ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. પુરષોતમસ્વામી ધણા વર્ષ સ્વામિનારાયણ ગુરૂકુળમાં રહી અનેક વિદ્યાર્થીઓને સંસ્કારની સાથે શિક્ષણ આપી અનોખી કામગીરી કરી હતી ત્યારે આ સંતને શ્રધ્ધાંજલી આપવા મુળી સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરનાં મહંત હરીપ્રકાશદાસજી સ્વામી ચેતન્યસ્વામી, મહાત્માસ્વામી, કૃષ્ણવલ્લભ સ્વામી સહિત મોટી સંખ્યામાં સંતો મહંતો અને શિષ્યો ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...