ભાસ્કર વિશેષ:ટીડાણાની સ્માર્ટ શાળા ગુણોત્સવમાં રાજ્યમાં બીજા નંબરે

મૂળી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૂળીના ટીડાણા ગામની સ્માર્ટશાળાએ રાજ્યમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. - Divya Bhaskar
મૂળીના ટીડાણા ગામની સ્માર્ટશાળાએ રાજ્યમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે.
  • A+ રેન્ક મળતાં સમગ્ર મૂળી તાલુકાનું નામ રોશન કર્યું, આચાર્યને અનેક બહુમાન મળી ચૂક્યા ંછે

પ્રાથમિક શાળાઓમાં રાજ્ય સરકારે કરેલ ગુણોત્સવ 2નાં પરિણામ આવ્યા હતા. જેમાં રાજ્યની જ 31 ટકા સરકારી સ્કૂલોમાં પીવાનાં પાણીની સમસ્યા જોવા મળી હતી. A+ ગ્રેડ ધરાવતી માત્ર 14 સરકારી સ્કૂલો હતી. જેમાં ટીડાણા પ્રાથમિક શાળાનો સમગ્ર રાજયમાં બીજો ક્રમ આવતા સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઇ છે અને ઝાલાવાડનું નામ રોશન કર્યું છે.

મૂળી તાલુકામાં અનેક સરકારી શાળાનાં શિક્ષકો મહેનત કરી શાળાને શ્રેષ્ઠ બનાવવા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે મૂળીનાં ટીડાણા પ્રાથમિક શાળા તેમજ શાળાનાં આચાર્ય મહિપાલસિંહ જેતાવતને સ્માર્ટશાળા માટે અનેક બહુમાન મળી ચૂક્યા છે. ત્યારે ગત વર્ષે સરકાર દ્વારા ગુણોત્સવ થકી વિવિધ બાબતોની 4 ભાગ કરી ચકાસણી કરવામાં આવી હતી. જેમાં અધ્યયન અને અધ્યાપન, સહશૈક્ષણિક પ્રવૃતિ, શાળા, સંશાધનો અને તેનો ઉપયોગ સહિતની બાબતો ધ્યાને રાખી નિરક્ષીણ કરાયા છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 30,681 શાળામાં કરેલ ગુણોત્સવનાં આંકડા જાહેર કર્યા હતા.જેમાં મૂળી તાલુકાનાં ટીડાણા ગામની પ્રાથમિક શાળાનો સમગ્ર રાજયમાં બીજા ક્રમ સાથે A+ ગ્રેડ સાથે 4 સ્ટાર પ્રાપ્ત કર્યા છે.

આ અંગે શાળાનાં આચાર્ય મહિપાલસિંહ જેતાવતે જણાવ્યું હતું કે શાળાનાં તમામ શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓનાં વાલીઓ દ્વારા મળતો સહકાર અમારી હૂંફ બની રહે છે અને તેનાથી જ સમગ્ર રાજયમાં ટીડાણાનું નામ રોશન થયુ છે. આ અંગે ટીડાણા સરપંચ રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે શાળાનાં શિક્ષકો સતત વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરતા હોય તેનું પરિણામ સાથે સાથે ગ્રામજનો પણ શાળાને સાથ સહકાર આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...