સુરેન્દ્રનગર જીલ્લામાં અનેક સરકારી શાળાઓ પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહી છે ત્યારે મૂળી તાલુકાનાં ટીડાણા ગામે આવેલ પ્રાથમિક શાળામાં ગ્રામજનો તેમજ શિક્ષકોનાં પ્રયત્નોથી ડીજીટલ શાળા બનતા આસપાસનાં ગામોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.મૂળી તાલુકાનાં ટીડાણા ગામે આવેલ સરકારી પ્રાથમિકશાળામાં ઇન્ટરનેટ સેવાથી સજ્જ કરી વાઇફાઇ સુવિધા ઉભી કરવામાં આવી છે. કમ્પ્યુટર લેબમાં ઇન્ટરનેટ થી જ્ઞાન સાથે શિક્ષણ મેળવીજ રહ્યા છે. પરંતુ ઉચ્ચ અભ્યાસમાં દરેક ક્લાસમાં સંપૂર્ણ અભ્યાસ પ્રોજેક્ટરથી કરી રહ્યા છે.
તેમજ શાળામાં લાયબ્રેરીમાં 1300થી વધારે પુસ્તકોનો બાળકો વિનાસંકોચ ઉપયોગ કરી રહ્યા છે.તેમજ શાળામાં સ્વચ્છતા જળવાય તે માટે દરેક કલાસ બહાર કચરાપેટી મુકવામાં આવી છે. તેમજ જ્ઞાન સાથે ગમ્મત થાય તે માટે પ્રાર્થનાપણ ડીજીટલ કરવામાં આવે છે અને વિશાળ પડદા પરવિવિધ મુવિ અને અભ્યાસ કરાવાતો હોવાથી શાળા જાણે ડીજીટલ ઇન્ડીયાનું સ્વપન સાકાર કરતી હોય તેમ લાગી રહ્યું છે. આ અંગે શાળાનાં આચાર્ય મહિપાલસિંહ જેતાવતે જણાવ્યું હતુકે હાલમાં સમગ્ર સ્કુલમાં વાઇફાઇસેવા શરૂ કરાઇ છે.બાળકોમાં પણ નવુ નવુ જાણવાની ઇચ્છા વધવા લાગી છે.
સાથે વિદ્યાર્થીઓ ગેરહારજ રહેવાનુ પ્રમાણ ધટતા પરિણામ પર તેની સીધી અસર થવા લાગી છે.અને બાળકો ખુબજ ઉત્સાહથી અભ્યાસ અર્થે આવી રહ્યા છે.હાલમાં ગ્રામ્યવિસ્તારમાં ખાનગીશાળાનો મોહ વધારે જોવા મળતો હોયછે. પરંતુ ટીડાણા સરકારીશાળામાં હાલમાં જે બાળકો અભ્યાસ કરે છે. તે જોતા બે વર્ષમાં 20થી વધુ બાળકો ખાનગીસ્કુલ છોડી સરકારીશાળામાં એડમિશન લિધાછે જેથી સમગ્ર ગામમાં શિક્ષણ પ્રત્યે અનોખુ વાતાવરણ ઉભુ થયુછે.
શાળામાં રામરહિમ હાટ શરૂ કરાયો છે જેમાં શિક્ષકો દ્રારા વિવિધ સ્ટેશનરી મુકવામાં આવી છે જે બાળકો જાતે પૈસા મુકી પોતાની જરૂરીયાત મુજબ વસ્તુ ખરીદે છે. જેમાં આજદિન સુધી કયારેય નાણા તુટ્યા નથી જેથી પ્રામાણિકતાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.ટીડાણા સ્માર્ટશાળામાં શાળા દ્રારા બેંક શરૂ કરાઇ છે. જેમાં બાળકો જાતે ખાતુ ખોલાવી બચત કરે છે અને સંપુર્ણ વહિવટ વિદ્યાર્થીઓ કરે છે. હાલનાં ૧૬ હજારથી વધુની રકમ બેંકમાં જમા થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.