તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:મૂળી મંદિરમાં 198 વર્ષની પરંપરા આજે પણ રંગોત્સવ થકી જળવાઈ

મુળી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વંસતપંચમીએ સવારથી મહા અભિષેક અન્નકૂટ દર્શન સાથે અને વસંતનાં વધામણાં કરાયાં

મૂળી સ્વામિનારાયણ મંદિર દ્વારા વંસતપંચમીએ સવારથી મહા અભિષેક અન્નકુટ દર્શન સાથે અને વસંતનાં વધામણા કરાયા હતા. જયારે કોરોના મહામારીનાં કારણે મંદિરમાં જ સંતો દ્વારા રંગ ઉડાવી રંગપંચમી ઉજવાઇ હતી. મૂળીમાં આવેલા પ્રાચીન સ્વામિનારાયણ મંદિરમાં પાંચ દિવસીય વિવિધ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવે છે. પરંતુ વર્તમાન સ્થિતિને લઇ મંદિર દ્વારા મહોત્સવ બંધ રખાયો હતો. ત્યારે મંગળવારે વસંતપંચમી નિમિતે સવારથી મંદિરમાં શિક્ષાપત્રી પાઠ મહાઅભિષેક અન્નકુટ અને આરતિ દર્શન હોમાત્મક યજ્ઞ તેમજ લાલજી મહારાજનાં હસ્તે યજ્ઞ સમાપન કરવામાં આવ્યો હતો.

બાદમાં સભામાં કથા કિર્તન અને સંતો દ્વારા આશીવચન આપવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં હરીભક્તો જોડાયા હતા. જયારે બપોરે વસંતના વધામણા કરવા મંદિરમાં જ રંગોત્સવ થકી ભક્તોને ભકિતના રંગે રંગ્યા હતા. અને બાદમાં પ્રસાદ લઇ ભક્તો ધન્ય બન્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મંદિરનાં મહંત શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામિ સહિત કમિટીએ કામગીરી કરી હતી.

વંસતપંચમીનું શું મહત્ત્વ છે ?
198 વર્ષ પહેલા શ્રીહરીએ ખુદ આ મંદિર બંધાવ્યુ છે. એટલે પ્રતિષ્ઠા દિવસ અને સંપ્રદાયનાં સંત બ્રહ્માનંદ સ્વામીનો જન્મદિવસ તેમજ શિક્ષાપત્રીનુ નિર્માણ આ દિવસે થયુ હોવાથી છેલ્લા 198 વર્ષથી પરંપરાગત રીતે ઉત્સવની ઉજવણી કરાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો