મૂળી તાલુકાનાં વિરપર પાસે રોડપર આવેલ દુકાનમાં તસ્કર ત્રાટકયા હતા. અને રોકડા સહિત દુકાનની વસ્તુની ચોરી કરી લઇ જતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
મૂળી તાલુકાનાં રાયસંગપર ગામે એક મહિના પહેલા ધરેણા રોકડ સહિત લાખોની કિમતની મતાની ચોરી થઇ હતી. અને પોલીસ તેને ઝડપવામાં હજુ સફળ થઇ નથી. ત્યાં મૂળીનાં વિરપર રાણીપાટ રોડ પર આવેલા માતૃઆશિષ ટ્રેડસની જનરલ દુકાન ચલાવતા થાનનાં ભરતભાઇ ભુપતભાઇ ખુમાણ સવારે દુકાન ખોલતા દુકાનનાં છતનુ પતરૂ તુટેલુ હાલતમાં જોતા તાત્કાલિક ટેબલનાં ખાનામાં જોતા તેમાં મુકેલ 700 રૂપિયા રોકડા તેમજ તેલ ખાંડ, ચા, મરચુ, બીડી, માવા સહિતનો અલગ અલગ સામાન કોઇ અજાણ્યો શખ્સ લઇ ગયાનું ધ્યાને આવ્યુ હતુ.
આથી સીસીટીવી કેમેરા જોતા તેમાં મોંઢા પર બાંધેલુ હોવાથી ચેહરો સ્પષ્ટ દેખાતો ન હોવાથી આરોપીને ઓળખવો મુશ્કેલી ભર્યુ બન્યુ છે. જયારે રોકડ રકમ સહિત 12,155 નો મુદામાલ ચોરી કરી લઇ ગયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વિવિધ દિશામાં તપાસ આરંભી છે.જયારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
કલાકથી વધુ સમય દુકાનમાં ચોર રહ્યો
દુકાનમાં ચોરી કરવા પડેલી ચોરને ખ્યાલ હતો કે દુકાનદાર બહાર ગામનાં છે. અને સવાર સુધી આવે તેમ નથી. આથી દુકાનમાં પ્રેવેશી બિન્દાસ શાંતિપુર્વક એક કલાકથી વધુ સમય સુધી દુકાનમાં રોકાઇ એક એક વસ્તુનું નિરીક્ષણ કરી સામાનની ચોરી કરતો સીસીટીવી કેમેરાનો વિડીયો જોતા જોઇ શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.