ફરિયાદ:મૂળી કોળીપરા વિસ્તારથી ઝડપાયું હતું, 3 મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4.28 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો હતો

મૂળી કોળીપરા વિસ્તારમાં રહેણાકનાં સ્થળે આઉટલેટ ગોઠવી બાયોડીઝલનું વેચાણ થતું હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીને ધ્યાને આવતા એક શખસ સામે કાર્યવાહી કરી હતી. બાયોડીઝલ, ટાંકા, મોટર સહિત 4.28 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો હતો. જેમાં 3 મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર ફેલાઇ છે.

મૂળી હાઇવે પરની દુકાનો તેમજ હોટલોમાં ગેરકાયદે ડીઝલ વેચાણે જાણે માઝા મુકી છે. ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી સહિતની ટીમ દ્વારા પોલીસને સાથે રાખી બાયોડીઝલનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મૂળી માંડવરાયજી પેટ્રોલપંપ સામે આવેલા દુકાનમાં તપાસ આરંભી હતી. જેમાં આઉટલેટ ગોઠવી કરમશીભાઇ કાળુભાઇ ભરવાડ નામનાં શખ્સ દ્વારા ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરાતું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સ્થળ પરથી 6000 હજાર લીટર બાયોડીઝલ, 7 ટાંકા તેમજ બે મોટર સહિત 4,28,700નો મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી કરાઇ હતી. જેમાં 3 મહિના બાદ મામલતદાર હર્ષ પટેલ દ્વારા કરમશીભાઇ કાળુભાઇ ભરવાડ સામે પોલીસ ફરિયાદ નોંધાતા વધુ તપાસ હર્ષરાજસિંહ ઝાલા ચકાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...