બેઠક:આગામી ચૂંટણી કોઇપણ ભોગે જીતી બતાવો મૂળી : કોંગ્રેસ

મૂળી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક અને સરપંચોનો સન્માન સમારોહ યોજાયો

આગામી વિધાનસભાની ચુટણી નજીક છે. ત્યારે કોંગ્રેસ દ્રારા તૈયારીઓ શરૂ કરૂ દિધી છે.મૂળી કારોબારી બેઠકમાં આગામી ચૂંટણીમાં બુથ મજબુત કરવા આહવાન કરાયુ હતુ. સાથે સરપંચોનાં સન્માન અને હોદેદારોની વરણી કરાઇ હતી. અન્ય રાજ્યોની રાજકિય ગતિવિધી જોતા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવવાની આશા સેવાઇ રહી છે. રાજકિય પક્ષો જાણે લડી લેવા તૈયાર હોય તેમ ખાનગી બેઠકો અને લોકોને મળવાનુ શરૂ કરી દિધુ છે.

ત્યારે મૂળી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મૂળી ખાતે ત્રીવિધ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં ઉપસ્થિતિ મહાનુભાવો દ્રારા કાર્યકરોને સંબોધતા જણાવ્યુ હતુ કે મેળાવડા કરવાની જરૂર નથી. બુથ મજબુત કરવાથી જીત આપો આપ નિશ્વિત થઇ જશે જેથી બુથ મજબુત કરો અને લોકોનો સંપર્ક કરો. સાથે નવનિયુકત કોંગ્રેસ પ્રેરિત સરપંચ અને સભ્યોનું સન્માન કરાયુ હતુ. તેમજ વિવિધ સેલનાં હોદેદારોની વરણી કરાઇ હતી. આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદ્યુમનસિંહ પરમાર, ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણા, રૈયાભાઇ રાઠોડ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...