મૂળી તાલુકાના ગોદાવરી ગામે જવાના રસ્તા પર આવેલો પુલ ઘણા સમયથી તૂટેલી હાલતમાં અને બંને સાઇડ ખુલ્લી હોવાથી 3 ગામના લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા હતા. વાહનો ચાલી શકે તેવી સ્થિતિ ન હોવાથી તાલુકામાં જવા માટે સુરેન્દ્રનગર સુધી લાંબા થવું પડી રહ્યું હતું. હાલમાં પુલની કામગીરી ચાલી રહી છે, જેની સ્થાનિક ધારાસભ્ય દ્વારા મુલાકાત લઈ વિવિધ સૂચનો કોન્ટ્રાક્ટરને આપ્યાં હતાં.
મુળી તાલુકાનાં ગોદાવરી ગામે આવેલ નદિ પર આ વર્ષે પહેલા આવેલ ભારે વરસાદમાં પુલ ધોવાઇ ગયા બાદ સ્થાનિક ખાનગી કંપની દ્વારા માટી નાંખી હાલ પુરતી સગવડ કરી હતી.પરંતુ આ પુલ ગોદાવરી દિગસર દાણાવાડા સહિતનાં ગામને જોડતો પુલ હોવાથી રોજ અનેક વાહનો પસાર થાય છે. આ કામચલાઉ પુલ કરાયો હતો.જયારે વધારે વરસાદમાં પુલ ધોવાઇ જતા અંહીથી ચાલવુ શક્ય રહેતુ નથી. આથી ત્રણ ગામનાં પંદર હજારથી વધુ લોકો પુલનાં વાંકે મૂળી જવા માટે ફોગટનો ફેરો કરી રહ્યા હતા. તેમજ ઇમરજન્સી માં સેવા મળવી મુશ્કેલી ભર્યુ હતું, જેથી સ્થાનિકો દ્વારા પુલ બનાવવા અનેક વખત માંગ કરવામાં આવી હતી.તાજેતરમાં લાખોનાં ખર્ચે પુલની કામગીરી શરૂ કરાઇ છે. જે પ્રગતિનું કામ સ્થાનિક રહિશો તેમજ સરપંચોની માર્ગદર્શન પ્રમાણે થાય તે માટે સ્થાનિક ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદ્યુમનસિંહ પરમાર,સહિત અગ્રણીઓ દ્વારા પુલની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ અને જરૂરી કામપરનાં અધિકારી અને કોન્ટ્રાક્ટરને જરૂરી સુચન કરવામાં આવ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.