સમગ્ર વિસ્તારમાં ચકચાર:મૂળીનાં વગડિયા પાસેથી પિસ્ટલ સાથે શખસ ઝડપાયો

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મૂળી તાલુકાનાં વગડિયા ગામ પાસેથી મૂળી પોલીસે બાતમીનાં આધારે ગોઠવેલી વોચનાં આધારે ધાંગધ્રાનાં શખસ પાસેથી દેશી બનાવટી સિંગલ બોરની પિસ્ટલ મળી આવી હતી. આ યુવક હથિયાર સાથે ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ છે. મૂળી તાલુકામાં ગેરકાયદે હથિયાર રાખવાનું જાણે સામાન્ય બની ગયું હોય તેમ અવાર નવાર હથિયાર ઝડપાય છે.

મૂળી પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ એસ.એસ. વરૂ, હર્ષરાજસિંહ, રાયસંગભાઇ, વિશુભા, કિરીટસિંહ સહિતનાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે સંજય વરૂને ખાનગી રાહે બાતમી મળી હતી કે ધ્રાંગધ્રાનો શખસ ગેરકાયદે હથિયાર લઇ થાન જતી ટ્રાવેલર્સમાં મુસાફરી કરી રહ્યો છે. જેથી સ્ટાફ સાથે વોચ ગોઠવી વાહનોમાં તપાસ આરંભી અને ટ્રાવેલ્સમાં બેસેલા ધ્રાંગધ્રાનાં સિકંદરભાઇ ઉર્ફે ચિકુદાદા અબ્દુલભાઇ મંડલી નામના શખસ પાસેથી પોલીસે પીસ્તોલ, મોબાઇલ સહિત 20,500નો મુદામાલ ઝડપી કાર્યવાહી કરાઇ હતી. જ્યારે આ હથિયાર કયાંથી લાવ્યાનું પૂછતા 6 મહિના પહેલાં મોરબીનાં ધવલભાઇ મિરાણી પાસેથી લીધાનું ખૂલતા બંને શખસ વિરૂદ્ધ ગુનો સાખલ કરી વધુ તપાસ એસ.એસ.વરૂ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...