તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુશખબર:મૂળીમાં 108ની સેવા 24 કલાક કરાતાં સ્થાનિકોમાં આનંદ

મુળી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મૂળી તાલુકામાં છેલ્લા ધણા સમયથી રાત્રે 108 સેવા ન હોવાથી લોકો મુશ્કેલી ભોગવી રહ્યા હતા ત્યારે સ્થાનિક અગ્રણીઓની માંગ બાદ 24 કલાક 108 શરૂ કરાતા સ્થાનિકોમાં આનંદ સાથે લોકોને સેવા મળવાનો આનંદ છવાયો છે.

મૂળી તાલુકામાં સુવિધાઓ વધવાના બદલે જાણે ધટતી હોય તેમ મૂળી તાલુકામાં રાતનાં સમયે 108 સેવા ન હોવાથી અનેક વખત સ્થાનિક અગ્રણીઓ દ્રારા રજુઆત કરી સેવા શરૂ કરવા માંગ કરાઇ છે પરંતુ તંત્ર ને જાણે પ્રજાની કાંઇ પડી જ ન હોય તેમ મૂળી તાલુકામાં દિવસે ચાલતી 108 પણ એક પંદર દિવસ બંધ કરી દેવાતા ગ્રામ્યવિસ્તારનાં લોકોને અનેક મુશ્કેલી ભોગવવી પડી રહી ત્યારે આ અંગે દિવ્યભાસ્કર દ્રારા વિસ્તૃત એહવાલ પ્રસિધ્ધ કરી સમગ્ર સમસ્યા અંગે તંત્ર ના બહેરા કાને વાત નાંખી હતી ત્યારે મંગળવારથી મૂળી તાલુકામાં ચોવિસ કલાક 108 સેવાનો લાભ શરૂ કરાતા સ્થાનિકોમાં આનંદ સાથે સામાન્ય વર્ગનાં લોકોને તાત્કાલિક સેવા મળવાની આશા બંધાઇ છે. સેવા શરૂ કરાઇ તે સમયે રાજેન્દ્રસિંહ પરમાર ટેમુભા પરમાર , ડોક્ટર સાગર પટેલ હિતેશ વાલાણી ઓમદેવસિંહ ઝાલા સંજયસિંહ ઝાલા સહિતનાં ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો