મૂળી સહિત પાંચ તાલુકાનાં ચાલતા પ્રોજેક્ટ અંર્તગત ચાર દિવસીય ખેડૂતલક્ષી તાલીમનુ્ આયોજન કરાયુ હતુ.જેમાં ઉપસ્થિતિ મહાનુભાવો દ્વારા જો ખેડૂત સમૃધ્ધ હશે તો જ દેશ સમૃધ્ધ બનશે સહિતની વિવિધ માહિતિ આપવામાં આવી હતી.
મૂળી સહિત પાંચ તાલુકામાં ચાલતા પ્રોજેક્ટ અંર્તગત બીસીઆઇ કાર્યક્રમ થકી ખેડુતોનું જીવનધોરણ ઉંચુ આવે તે માટે 120 ગામોમાં ખેડૂતલક્ષી કામો કરવામાં આવી રહ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર સ્પેક્ટ્રમ ઇન્ટરનેશનલ કંપની દ્વારા ચાલતા બીસીઆઇ પ્રોજેક્ટ દ્વારા મૂળી સાયલા અને વિછિયા, જશદણ,વઢવાણ તાલુકાનાં ગામોમાં ખેડૂતલક્ષી સાથે સારો કપાસ ઉગાડી ખર્ચ ધટે તે માટે કામગીરી કરાય છે. ત્યારે આ ગામોમાં કામ કરતા એફએફની ચાર દિવસીય તાલિમનું આયોજન કરાયુ હતુ.
જેમાં ઉપસ્થિતિ એફ એફ ને ઉપસ્થિતિ ટ્રેનરો દ્વારા વિવિધ માહિતિ આપતા જણાવ્યું હતુકે જો ખેડૂત સમૃધ્ધ હશે તો જ દેશ સમૃધ્ધ થશે સાથે જમિનતૈયારી, બિજ માવજત, પાકરસરક્ષણ, બાળમજુરી, સારૂકાર્ય સહિત કપાસનાં પાકને લઇ વિવિધ માહિતિ આપવામાં આવી હતી. જેમા સાંતુની જાયલે,સુમિત ગર્ગ હરદેવસિંહ સિંધવ,અભિજીતસિંહરાણા, રીદ્ધી પટેલ,પ્રકાશભાઇ ત્રિવેદી,મયુરભાઇ કાવર સહિતનાં ઉપસ્થિતિ રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.