તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિન બાદ મોત:મૂળી તાલુકાના કળમાદના તલાટીનું રસીનો બીજો ડોઝ લીધા બાદ શંકાસ્પદ મોત નિપજ્યું

મૂળીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મૃતક જયદીપસિંહની વેક્સીન લેતા સમયની ફાઇલ તસવીર. - Divya Bhaskar
મૃતક જયદીપસિંહની વેક્સીન લેતા સમયની ફાઇલ તસવીર.
 • બીજો ડોઝ લીધાના બીજા દિવસે સામાન્ય તાવ આવ્યો હતો, તબિયત લથડતાં ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા
 • તલાટીએ અઠવાડિયા પહેલાં જ મૂળી હૉસ્પિટલમાં રસીનો બીજો ડોઝ લીધો હતો

મૂળી તાલુકાના કળમાદ ગામના તલાટીને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ તાવ આવ્યા બાદ ખાનગી હૉસ્પિટલમાં શંકાસ્પદ મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે શુક્રવારે સુરેન્દ્રનગર, વઢવાણ સહિત જિલ્લામાં 17 કેસ નોંધાયા હતા. જિલ્લામાં સતત વધી રહેલા કેસની સાથે એક મોત પણ થતાં જિલ્લાવાસીઓમાં ફફડાટની લાગણી ફેલાઈ છે.

આ અંગે સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળીના કળમાદ ગામના તલાટી મૂળ ખંભલાવના અને હાલ સુરેન્દ્રનગર રહેતા જયદીપસિંહ સુરસંગભાઈ પરમારે 15 માર્ચે વેક્સિનનો બીજો ડોઝ મૂળી હૉસ્પિટલમાં લીધા બાદ બીજા દિવસે સામાન્ય તાવ આવ્યો હતો. બાદમાં તેમને સુરેન્દ્રનગરની ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ગુરુવારે મોડી સાંજે તેમનું મૃત્યુ થતાં પરિવાર, કર્મચારીઓ અને મિત્રવર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વેકસીન લીધા પછી કોરોના નહીં થાય, એ માન્યતા ખોટી રસી
રસી લીધા બાદ કોરોના નહીં થાય, એવી માન્યતા ઘણા લોકોની છે પરંતુ આ માન્યતા ખોટી છે. કારણ કે રસી લીધા પછી પણ 14 દિવસ સુધી માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને વારંવાર હાથ ધોવા ફરજિયાત રસી લીધા પછી જો આ બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો કોઈ પણ વ્યક્તિને કોરોના થઈ શકે છે.

અહીંયાં મહત્ત્વની બાબત એ છે કે રસીના બંને ડોઝ લીધા બાદ આપણા શરીરમાં એન્ટીબોડી બને છે, જેથી કોરોના સામે રક્ષણ મળે છે. પરિણામે ચેપ લાગવાની શક્યતાઓ ઘટી જાય છે પરંતુ કોરોના ન જ થાય તેવું માનવું ભૂલભરેલું છે. જોકે, રસી લીધી હોય તો ચેપની અસર ઓછી થઈ શકે છે. દરેક વેક્સિન 100 ટકા કામ કરે તે જરૂરી નથી.

ક્યારેક કોરોનાની સાથે અન્ય કોઈ બીમારી હોય તો મોત પણ થઈ શકે છે. અત્યારે કોરોનાનો બીજો વેવ ખૂબ જ ખરાબ છે. શરૂઆતમાં જે સાવચેતી રાખતા હતા તેવી જ સાવચેતી રાખવાની ખાસ જરૂર છે. એક વર્ષના અનુભવને અંતે ડૉક્ટરોને પણ ખબર પડી ગઈ છે કે દર્દીને કેવી રીતે ટ્રીટમેન્ટ આપવી. છતાં કાળજી રાખવી તે ખૂબ જ જરૂરી બની ગયું છે. > ડૉ. શ્યામ શાહ, ઇનચાર્જ, કોવિડ વોર્ડ, સી. યુ. શાહ મેડિલક કૉલેજ

જિલ્લામાં વધુ 17 કેસ, 2 કોરોનામુક્ત
શુક્રવારે જિલ્લામાં કોરોના પૉઝિટિવના 17 કેસ નોંધાયા હતા જ્યારે 14 દિવસ બાદ 1 દર્દીનું મોત થયું હતું. શુક્રવારે 2 દર્દી કોરોનામુક્ત થયા હતા. આમ જિલ્લામાં કુલ દર્દીઓનો આંકડો 3542એ પહોંચ્યો હતો, જ્યારે કોરોનામુક્ત દર્દીઓનો આંક 3212એ પહોંચ્યો છે જ્યારે જિલ્લામાં કુલ મોતનો આંકડો 229એ પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો