ચીમકી:રસીના નિયમોનું ઉલ્લંઘન કરતા દુકાનદારો સામે કાર્યવાહી થશે

મૂળી,થાન,ચૂડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા જુદા તાલુકા મથકો પર લોકો વેકશિન લે તે માટે તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને રાત્રી કેમ્પનું આયોજન કરાય છે. ત્યારે વેપારીઓ લોકો સાથે સીધા સંપર્કમાં આવતા હોવાથી તેઓ વેકશીન લે તે માટે બેઠકો યોજવામાં આવી હતી.

મૂળી : મૂળી તાલુકા પંચાયતમાં પ્રાંતઅધિકારી રમેશભાઇ અંગારીની હાજરીમાં સ્થાનિક વેપારીઓ અને દુકાનદારો સાથે બેઠકનું આયોજન કરાયુ હતુ. જેમાં દુકાનદારોને તાજેતરમાં જાહેર કરાયેલા જાહેરનામોનો કડક અમલ કરવા સાથે વેકશિન ફરજીયાત લેવા અને અન્યોને પણ લેવડાવવા અપીલ કરાઇ હતી. સાથે નિયમોનું ઉલ્લંધન કરતા દુકાનદારો સામે સખત કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારી હતી. આ બેઠકમાં નાયબ મામલતદાર મનોજભાઇ ભટ્ટ, પીએસ આઇ ડી. જે. ઝાલા, ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ પરમાર, ઉપ સરપંચ ટેમુભા પરમાર સહિત તલાટી અને દુકાનદારો ઉપસ્થિતિ રહ્યા હતા.

ચુડા : ચુડા વેપારી મહામંડળના પ્રમુખ રાજેશ બાઘડીયા, ઉપપ્રમુખ મહિપતસિંહ પરમાર, મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. ચુડા શહેરના વેપારીઓએ જાહેરનામાંનું પાલન કરવા માટે સમજણ અને સુચના આપવામાં આવી હતી.

થાન : થાનગઢ મામલતદાર ઓફિસે નાયબ કલેકટર અંગારી અધ્યક્ષ સ્થાને મિટીંગમાં વેપારીઓને કોરોના અસરને નિયંત્રણમાં લાવવા હેતુથી વેક્સીનેશન કાર્યક્રમમાં લોકોને જોડાવા અપીલ કરી હતી. જ્યારે ગુજરાત સરકારના ગૃહ વિભાગના હુકમથી જે લોકો વેક્સિન નહીં લે તેની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે તેમ જણાવાયુ હતુ. આ બેઠકમાં અમિતભાઇ પ્રજાપતિ, વિજયભાઇ શાહ, શાંતિલાલા પટેલ, વશરામભાઇ, મનસુખભાઇ તેમજ થાનગઢ સિરામિક અને વેપારી એસોસિએશન, શાકમાર્કેટ તથા નાનામોટા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...