કાર્યવાહીની માગ:મૂળીમાં ગંદુ પાણી વિતરણ થતું હોવાની રાવ

મૂળી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીવાનું પાણી બહારથી લાવવું પડે છે : સ્થાનિકો

મૂળીનાં લીમલી પા વિસ્તારમાં નળ કનેક્શન સાથે ગટરનું પાણી ભળી રહ્યું હોવાથી લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાયૅવાહી કરાય તેવી સ્થાનિક રહીશ દ્વારા માગ કરાઇ છે. મૂળી શહેરમાં છાશવારે પાણીને લઇ વિવિધ સમસ્યા સામે આવે છે. અને લોકોને સમસ્યા ભોગવવી પડે છે. ત્યારે હાલમાં પંચાયત દ્વારા અઠવાડિયે નળમાં પાણી વિતરણ થઇ રહ્યું છે. આથી લોકોને પીવાનું પાણી પણ બહારથી લાવવું પડે છે.

આ અંગે સ્થાનિક રહીશ ગજુભાએ જણાવ્યું હતું કે મૂળીનાં લીમલી પા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી નળ કનેક્શન સાથે ગટરનું મિશ્રિત થાય છે. અને નળમાં આ પાણી અપાતું હોવાથી બિમારીમાં લોકો સપડાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી અમારી માગ છે.

અન્ય સમાચારો પણ છે...